Hence [from India] have started the founders of religions from the most ancient times, deluging the earth again and again with the pure and perennial waters of spiritual truth. Hence have proceeded the tidal waves of philosophy that have covered the earth, East or West, North or South, and hence again must start the wave which is going to spiritualise the material civilisation of the world. (Complete Works Of Swami Vivekananda, v.3 pg.105)

ઉચ્ચ આધ્યાત્મિક સત્યના પવિત્ર, સનાતન જળપ્રવાહથી જગતને વારંવાર તરબોળ કરનાર ધર્મસંસ્થાપકોએ અતિ પ્રાચીન કાળથી આ ભૂમિ પરથી જ આરંભ કર્યો હતો; પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહા જુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો અને દુનિયાની ભૌતિક સંસ્કૃતિને-જડવાદને આધ્યાત્મિક ઓપ આપનાર જુવાળનો આરંભ પણ હવે અહીંથી જ થવો જોઈએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ.૪)

Total Views: 206
Bookmark (0)
ClosePlease login