In India, religion is the one and the only occupation of life… That there are tremendous political movements and socialistic movements trying to transform Western society, how many of you know? Very few indeed, if any. But that there was a Parliament of Religions in America, and that there was a Hindu Sannyasin sent over there, I am astonished to find that even the cooly knows of it. That shows… where the national life is. (Complete Works Of Swami Vivekananda, v. 3 pg. 107)

ભારતમાં તો જિંદગીની એક અને એકમાત્ર જ પ્રવૃત્તિ તે ધર્મ જ છે… સમાજ આખાની કાયાપલટ કરવાનો પ્રયાસ કરનારી જબરદસ્ત રાજકીય અને સામાજિક ચળવળો પશ્ચિમના દેશોમાં ચાલી રહી છે એ તમારામાંથી કેટલા જાણો છો ? ખરેખર બહુ જ ઓછા, કદાચ જાણતા હો તો પણ આંગળીને વેઢે ગણાય એટલા. પરંતુ અમેરિકામાં એક વિશ્વધર્મ પરિષદ ભરાયેલી અને ત્યાં એક હિંદુ સંન્યાસીને મોકલવામાં આવ્યો હતો, એ ઘટનાથી એક મજૂર સુદ્ધાં વાકેફ છે. તે જાણીને હું તાજુબ થઈ ગયો. એ દર્શાવે છે કે… રાષ્ટ્રીય જીવન ક્યાં રહેલું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ ૫, ૬-૭)

Total Views: 133
Bookmark (0)
ClosePlease login