Political greatness or military power is never the mission of our race; it never was, and , mark my words, it never will be. But there has been the other mission given to us, which is to conserve, to preserve, to accumulate, as it were, into a dynamo, all the spiritual energy of the race, and that concentrated energy is to pour forth in a deluge on the world whenever circumstances are propitious. (Complete Works Of Swami Vivekananda, v. 3 pg. 108-9)

દરેક પ્રજાએ પોતાનું એક આગવું પરિણામ લાવવાનું જ હોય છે, પોતાનું એક આગવું જીવનકાર્ય સંપૂર્ણ કરવાનું છે. આપણી પ્રજાનું જીવનકાર્ય કદી રાજકીય મહત્તા કે લશ્કરી તાકાત નથી; એ કદી હતું પણ નહીં; મારા શબ્દો લક્ષમાં રાખજો કે એ કદી થવાનું પણ નથી. જીવનકાર્ય તરીકે આપણને સોંપાયેલું કામ બીજું જ છે. તે છે પ્રજાની સમગ્ર આધ્યાત્મિક શક્તિને સંભાળવાનું, જાળવવાનું, જાણે કે એક ડાઈનેમોમાં સંઘરી રાખવાનું અને જ્યારે જ્યારે સંજોગો સાનુકૂળ હોય ત્યારે ત્યારે તે સંગૃહીત શક્તિને દુનિયા ઉપર પૂરની પેઠે વહાવી દેવાનું. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૫)

Total Views: 156
Bookmark (0)