Thus, in the past, we read in history that whenever there arose a great conquering nation uniting the different races of the world, binding India with the other races, taking her out, as it were, from her loneliness and from her aloofness from the rest of the world into which she again and again cast herself, that whenever such a state has been brought about, the result has been the flooding of the world with Indian spiritual ideas. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 109)
આપણે ઈતિહાસમાં વાંચીએ છીએ કે આ રીતે, ભૂતકાળમાં જ્યારે જ્યારે કોઈ મહાન વિજયશાળી પ્રજા ઊભી થઈને દુનિયાની બીજી પ્રજાઓને તેણે સાંકળી છે; અને ભારતની પ્રજાને જાણે કે તેના એકલવાયાપણામાંથી, વારે વારે ડૂબી જતા તેના જગતથી અતડાપણામાંથી બહાર કાઢીને બીજી પ્રજાઓની સાથે જોડી છે, જ્યારે જ્યારે આવો કાર્યક્રમ ઘડાઈ આવ્યો છે, ત્યારે ત્યારે એના પરિણામે સમગ્ર જગત ભારતના આધ્યાત્મિક વિચારોથી છલકાઈ ગયું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૮-૯)