What I mean by our religion working upon the nations outside of India comprises only the principles, the background, the foundation upon which that religion is built. The detailed workings, the minute points which have been worked out through centuries of social necessity, little ratiocinations about manners and customs and social well – being, do not rightly find a place in the category of religion. (Complete Works of Swami Vivekananda, v. 3pg.111)

ભારત બહારની પ્રજાઓ પર આપણો ધર્મ પ્રભાવ પાડી રહ્યો છે એમ કહું છું ત્યારે મારા આશયમાં માત્ર જે સિદ્ધાંતો, જે પાર્શ્વભૂમિકા, જે પાયાઓ ઉપર એ ધર્મની ઈમારત ચણાઈ છે, કેવળ તે જ પાયા, તે જ પાર્શ્વભૂમિકા અને તે જ સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. નિત્ય વહેવારની વિગતો, સામાજિક જરૂરિયાતો અંગે સદીઓને અંતે ઘડી કાઢવામાં આવેલા બારીક મુદ્દાઓ, રીતરસમો તથા સામાજિક કલ્યાણ વિષેના ઝીણા ઝીણા તર્કવિતર્કોને ધર્મની કક્ષામાં સાચી રીતે સ્થાન મળતું નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૧)

Total Views: 204
Bookmark (0)