We go through the world like a man pursued by a policeman and see the barest glimpses of the beauty of it. All this fear that pursues us comes from believing in matter. Matter gets its whole existence from the presence of mind behind it. What we see is God percolating through nature. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 06)
જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ છીએ. આ બધા ભય જે આપણી પાછળ પડેલા છે, તે આપણા જડ દ્રવ્યમાં માનવાને કારણે છે. તેની પાછળ મન હોવાથી જ જડ પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આપણે જે જોઈએ છીએ તે પ્રકૃતિ (‘પ્રકૃતિ’એટલે જડ દ્રવ્ય અને મન)માં થઈને નીકળતો ઈશ્વર છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૮)
हम लोग संसार के बीच इस प्रकार भागे चले जा रहे हैं मानो हमें कोई सिपाही पकड़ने आ रहा हो इसीलिए हमें जगत् के सौन्दर्य का लेश मात्र ही आभास मिलता है । हमें यह जो इतना भय हो रहा है उसका कारण है जड़ को सत्य समझकर उसमें विश्वास करना । जड़ की जो कुछ तथाकथित सत्ता प्रतीत हो रही है, वह हमारे मन के ही कारण है । हम जो कुछ देख रहे हैं, वह प्रकृति के बीच से अपने को अभिव्यक्त कर रहा ईश्वर ही है।