So do your work, says the Vedanta. It first advises us how to work—by giving up the apparent, illusive world. What is meant by that? Seeing God everywhere. Thus do you work. Desire to live a hundred years, have all earthly desires, if you wish, only deify them, convert them into heaven. Have the desire to live a long life of helpfulness, of blissfulness and activity on this earth. Thus working, you will find the way out. There is no other way. (Complete Works Of Swami Vivekananda, v. 2 pg. 149.)

વેદાંત કહે છે તમારું કામ કર્યે જાઓ. કામ કેમ કરવું તેનો પ્રથમ તે ઉપદેશ આપે છે : આ દેખાતા ભ્રામક જગતનો ત્યાગ કરીને, તેનો અર્થ શો છે ? ઈશ્વરને સર્વમાં જોવો. તમે આ રીતે કામ કરો. તમારી મરજી હોય તો સો વર્ષ જીવવાની ઇચ્છા રાખો, તમામ પાર્થિવ વસ્તુઓ પ્રાપ્ત કરો; માત્ર તેમને દિવ્યતામાં પરિણત કરો, તેમને સ્વર્ગમય બનાવો. બીજાને સહાયભૂત થઈને આનંદમય રહીને અને પ્રવૃત્તિમય રહીને આ જગતમાં દીર્ઘજીવન જીવવાની ઇચ્છા રાખો. આમ કરવાથી તમને છૂટવાનો રસ્તો મળશે; આ સિવાય બીજો માર્ગ નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૮૦)

Total Views: 212
Bookmark (0)