So work, says the Vedanta, putting God in everything, and knowing Him to be in everything. Work incessantly, holding life as something deified, as God Himself, and knowing that this is all we have to do, this is all we should ask for. God is in everything, where else shall we go to find Him? He is already in every work, in every thought, in every feeling. Thus knowing, we must work—this is the only way, there is no other. Thus the effects of work will not bind us. (Complete Works Of Swami Vivekananda, v. 2 pg. 150)

વેદાંત કહે છે કે સર્વમાં ઈશ્વરને જોઈને કામ કરો અને સર્વમાં તે વસી રહ્યો છે તેમ જાણો. જીવન દિવ્ય છે તેમજ તે ઈશ્વરસ્વરૂપ છે અને આપણું આજ કર્તવ્ય છે, આ જ આપણે માગવાનું છે, તે ધ્યાનમાં રાખી, સતત કર્મ કર્યે જાઓ. ઈશ્વર સર્વત્ર છે; તેને શોધવા બીજે ક્યાં જઈશું ? તે દરેક કર્મમાં, દરેક વિચારમાં, દરેકેદરેક ઊર્મિમાં છે જ છે. આવો ખ્યાલ રાખીને કર્મ કરવાં જોઈએ. આ જ એક માત્ર માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. આમ , કરવાથી કર્મ આપણને બંધનકારક થશે નહિ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૮૦-૮૧)

Total Views: 229
Bookmark (0)