We have seen how false desires are the cause of all the misery and evil we suffer, but when they are thus deified, purified, through God, they bring no evil, they bring no misery. Those who have not learnt this secret will have to live in a demoniacal world until they discover it. Many do not know what an infinite mine of bliss is in them, around them, everywhere; they have not yet discovered it. (Complete Works Of Swami Vivekananda, v. 2 pg. 150)

આપણે જોયું છે કે જે દુઃખો અને અનિષ્ટો આપણે ભોગવીએ છીએ તે બધાંનું કારણ આપણી ખોટી તૃષ્ણાઓ છે. પણ જ્યારે તે ઈશ્વરમય દૃષ્ટિ દ્વારા દિવ્ય અને પવિત્ર બને છે ત્યારે તે કશું અનિષ્ટ કરતી નથી, કશું દુઃખ લાવતી નથી. જેમણે આ રહસ્ય જાણ્યું નથી, તે તેમણે એ જાણતાં સુધી આ આસુરી જગતમાં રહેવું પડશે. ઘણા લોકો જાણતા નથી કે પોતાનામાં, પોતાની આજુબાજુ અને સર્વત્ર સુખની અખૂટ ખાણ પડી છે; તેમણે તે હજુ શોધી નથી. આસુરી જગત એટલે શું ? વેદાંત કહે છે કે તે અજ્ઞાન છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૮૧)

Total Views: 212
Bookmark (0)