Individuals have each their own peculiarities, and each man has his own method of growth, his own life marked out for him by the infinite past life, by all his past Karma as we Hindus say. Into this world he comes with all the past on him, the infinite past ushers the present, and the way in which we use the present is going to make the future. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 108)

દરેક વ્યક્તિને પોતાની વિશિષ્ટતાઓ હોય છે અને દરેક માણસને વિકાસની પોતાની એક આગવી રીત હોય છે. આપણે હિંદુઓ કહીએ છીએ તેમ દરેક વ્યક્તિને પોતાનાં બધાં પૂર્વ કર્મો-પોતાના અનંત ભૂતકાળમાં જીવન વડે નક્કી થઈ ગયેલું એક આગવું જીવન હોય છે. પોતાનો બધો ભૂતકાળ સાથે લઈને તે આ સંસારમાં જન્મે છે, અનંત ભૂતકાળ એના વર્તમાનને ઘડે છે; અને એણે કરેલો વર્તમાનનો ઉપયોગ તેના ભવિષ્યને નક્કી કરે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૭-૮)

Total Views: 142
Bookmark (0)