When the modern tremendous theories of evolution and conservation of energy and so forth are dealing death blows to all sorts of crude theologies, what can hold any more the allegiance of cultured humanity but the most wonderful, convincing, broadening, and ennobling ideas that can be found only in that most marvellous product of the soul of man, the wonderful voice of God, the Vedanta? (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 111)

જ્યારે ઉત્ક્રાંતિવાદના અને શક્તિસંચયના તેમજ એવા બધા આધુનિક વિજ્ઞાનના જબરદસ્ત નિયમો, હરેક પ્રકારની ધર્મ અને ઈશ્વરની અણઘડ માન્યતાઓને મરણતોલ ફટકા મારી રહેલા છે, ત્યારે કેવળ પેલી માનવીના આત્માની ચમત્કૃતિપૂર્ણ પેદાશ સમા, ઈશ્વરના આશ્ચર્યકારક અવાજરૂપ 9 વેદાંતમાં જ મળી આવતા અદ્ભુતમાં અદ્ભુત, ખાતરી કરાવી આપનારા અને વિશાળતા બક્ષનારા ઉદાત્ત વિચારો સિવાય બીજા કોની મહત્તા માનવજાતનો સંસ્કારી વર્ગ લાંબા વખત સુધી સ્વીકારી શકે એમ છે ? (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૦-૧૧)

Total Views: 224
Bookmark (0)
ClosePlease login