It is impossible that all difference can cease; it must exist; without variation life must cease. It is this clash, the differentiation of thought that makes for light, for motion, for everything. Differentiation, infinitely contradictory, must remain, but it is not necessary that we should hate each other therefore; it is not necessary therefore that we should fight each other. (Complete Works Of Swami Vivekananda, v.3 pg.115)

દુનિયામાંથી સર્વ ભેદો ટળી જાય એ અસંભવિત છે. એ રહેવા જ જોઈએ. વિવિધતા વિના જીવન જ અટકી પડે. પ્રકાશ મળે છે, ગતિ પેદા થાય છે, દરેકેદરેક વસ્તુ બને છે, તે બધું આ સંઘર્ષથી, વિચારના ભેદથી બને છે. ભિન્નતા, પછી ભલે તે અનંત રીતે વિરોધી હોય, તો પણ તે રહેવી જ જોઈએ. પરંતુ એ કારણસર આપણે એકબીજાને ધિક્કારવાનું આવશ્યક નથી, એ કારણસર આપણે એકબીજા સાથે ઝઘડા ને મારામારી કરવાનું આવશ્યક નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૫)

Total Views: 249
Bookmark (0)