Ignorance is the cause of all this bondage. It is through ignorance that we have become bound; knowledge will cure it by taking us to the other side. How will that knowledge come? Through love, Bhakti; by the worship of God, by loving all beings as the temples of God. He resides within them. Thus, with that intense love will come knowledge, and ignorance will disappear, the bonds will break, and the soul will be free. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 128)
આ બધાં બંધનોનું કારણ છે અજ્ઞાન; અજ્ઞાનથી જ આપણે બદ્ધ થયા છીએ. એનો ઉપાય જ્ઞાન છે; એ આપણને પેલે પાર લઈ જશે. એ જ્ઞાન કઈ રીતે આવે ? પ્રેમથી, ભક્તિથી, ઈશ્વરની ઉપાસનાથી, સર્વ ભૂતોને ઈશ્વરનાં મંદિરો સમજી સર્વ જીવો પ્રત્યે પ્રેમ રાખવાથી એ જ્ઞાન પ્રાપ્ત થાય. બધામાં તે જ વસેલો છે. આમ તીવ્ર ભક્તિથી જ્ઞાન આવશે, અજ્ઞાન ચાલ્યું જશે, બંધનો તૂટી જશે અને આત્મા મુક્ત થશે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૨૯)
अज्ञान ही इस समस्त बन्धन का कारण है। हम अज्ञान के ही कारण बँधे हुए है। ज्ञान से अज्ञान दूर होगा, यही ज्ञान हमें उस पार ले जायेगा। तो इस ज्ञान प्राप्ति का क्या उपाय है?- प्रेम और भक्ति से, ईश्वराराधन द्वारा और सर्वंभूतों को परमात्मा का मन्दिर समझकर प्रेम करने से ज्ञान होता है। इस प्रकार अनुराग की प्रबलता से ज्ञान का उदय होगा, सब बन्धन टुट जायँगे और आत्मा को मुक्ति मिलेगी। (विवेकानंद साहित्य V. 5 pg.27)