આ અંક 1 નવેમ્બર, 2023 પછી ડિલિવર થશે.
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “જો મારે ફરીથી શાળામાં ભણવાનું હોત, અને જો મારું ભણતર મારા હાથમાં જ હોત તો હું સર્વપ્રથમ મારા મનને વશમાં લાવવાનું શીખત અને ત્યાર બાદ જેટલી જરૂર હોત એટલી માહિતી એકત્ર કરત.”
હિન્દુ ધાર્મિક સાહિત્ય આંતર્જગતની યાત્રાના વિવરણોથી ભરપૂર છે. એક પછી એક અવતાર, સંત, મહાપુરુષ, યોગીઓએ પોતાના હૃદયસમુદ્રમાં ડૂબકી મારી ચેતનાનાં ઉચ્ચથી ઉચ્ચતર સોપાનો સર કર્યાં છે. આજના તણાવપૂર્ણ જીવનમાં અશાંતિથી છટપટતા મનનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરી પોતાના નિયમનમાં લાવવું આવશ્યક બની ચૂક્યું છે.
માટે જ આ વખતનો દીપોત્સવી અંક આપણે ‘ધ્યાન વિશેષાંક’ના રૂપમાં પ્રસ્તુત કરી રહ્યા છીએ. રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય, યોગશાસ્ત્ર, વેદાંતદર્શન, વગેરેમાંથી આધુનિક માનવ માટે ધ્યાન તથા ધ્યાનનાં પરિણામો વિદ્વાન સંન્યાસી લેખકો દ્વારા આ અંકમાં પીરસવામાં આવ્યા છે.
(લવાજમ ભરેલ હોય તેઓને આ અંક નિ:શુલ્ક મળશે.)
વધુ માહિતી માટે સંપર્ક કરો: 98795 66910
Reviews
There are no reviews yet.