૧. જ્યાં સુધી લાખો મનુષ્યો ભૂખમરા અને અજ્ઞાનની દશામાં જીવે છે ત્યાં સુધી એ ગરીબોના ભોગે શિક્ષણ પામીને જે માણસ તેમના પ્રત્યે જરા પણ ધ્યાન આપતો નથી એવા દરેકેદરેકને હું દેશદ્રોહી ગણું છું !

૨. મારા દેશબંધુઓને હું કહું છું કે તેમણે અત્યાર સુધી સારું કર્યું છે; હવે તેથીયે વધારે સારું કરવાનો સમય આવ્યો છે.

૩. કાર્ય, કાર્ય અને કાર્ય જ કરો ! …. બાલિશ વાતો બંધ કરો; ઈશ્વરની વાતો કરો. માનવજીવન એટલું ટૂંકું છે કે છળકપટ અને હવાઈ ખ્યાલો વિશેની વાતોમાં એને વેડફી નાખવું ન પાલવે.

૪. આપણો આખો દેશ તમોગુણમાં ડૂબેલો પડ્યો છે; તે સિવાય બીજા કશામાં જ નહીં; આપણે પ્રથમ રજોગુણ જોઈએ છીએ; સત્ત્વગુણ પછી આવશે, એ તો ઘણી દૂર દૂરની બાબત છે.

૫. આપણે પોતે કાંઈ કરતા નથી અને બીજા કંઈ કરે તેની હાંસી ઉડાવીએ છીએ. આ ઝેરથી જ આપણા રાષ્ટ્રની અધોગતિ થઈ છે. બધા દુઃખનું મૂળ સહાનુભૂતિ તેમજ ઉત્સાહનો અભાવ છે. તેથી આ બંને ખામી તજવી જોઈએ. અમુક માણસમાં કેટકેટલી શક્તિઓ છે તે ઈશ્વર સિવાય કોણ જાણી શકે ? સૌને તક આપો; બાકીનું બધું ઈશ્વર પર છોડો.

૬. આપણા દેશને અત્યારે લોખંડી સ્નાયુઓ અને પોલાદી જ્ઞાનતંતુઓની જરૂર છે. જેનો કોઈ સામનો કરી ન શકે; વિશ્વનાં રહસ્યો અને કોયડાઓમાં પ્રવેશ કરી શકે અને સમુદ્રને તળિયે પહોંચીને મોતનો સામનો કરવો પડે તો તેમ કરીને પણ પોતાનો હેતુ પાર પાડી શકે તેવી જબરજસ્ત ઇચ્છાશક્તિની આપણને જરૂર છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories