૧. મહાન કાર્યો કદી આસાનીથી થઈ શક્યાં છે ? સમય, ધૈર્ય અને અદમ્ય ઇચ્છાશક્તિ પોતાનું પરિણામ બતાવી આપે જ.

૨. સફળ થવા માટે તો તમારામાં જબરદસ્ત ખંત હોવી જોઈએ, પ્રબળ ઇચ્છાશક્તિ હોવી જોઈએ. ‘હું સાગર આખો પી જઈશ, મારી ઇચ્છાશક્તિના જોરે પર્વતના ચૂરા થઈ જશે’, ખંતીલો જીવ તો એમ બોલે. એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઇચ્છાશક્તિ કેળવો, તો તમે ધ્યેયે પહોંચશો જ.

૩. ક્ષણવારને માટે પણ ડરને સ્થાન આપશો નહિ; સઘળું બરાબર થઈ રહેવાનું છે. ઇચ્છાશક્તિ જ જગતને ચલાવે છે.

૪. ઇચ્છાશક્તિ દ્વારા જ સઘળું કાર્ય સિદ્ધ થઈ શકશે.

૫. પરિવર્તનથી ઇચ્છાશક્તિ વધુ મજબૂત થતી નથી; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે. પણ આપણે હંમેશાં સંગ્રહણ – વૃત્તિવાળા થવું જોઈએ. સંગ્રહણ – વૃત્તિથી ઇચ્છાશક્તિ મજબૂત થાય છે.

૬. બીજી બધી વસ્તુ કરતાં ઇચ્છાશક્તિ વધુ બળવાન છે. એની આગળ બીજું બધું શિર ઝુકાવે છે, કારણકે ઇચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા. પવિત્ર અને પ્રબળ ઇચ્છાશક્તિ સર્વશક્તિમાન છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories