૧. પ્રાર્થનાથી માણસની સૂક્ષ્મ શક્તિઓ સહેલાઈથી જાગ્રત કરી શકાય છે.

૨. પ્રાર્થનામાં આપણે ઈશ્વર સહુનો પિતા છે એમ કહીએ અને રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવીને આપણા ભાઈ તરીકે ન લેખીએ તો તેમાં શું વળ્યું ?

૩. પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસમાર્ગનાં પ્રાથમિક સાધનો છે.

૪. શબ્દો નહીં, પણ જરૂરિયાતની લાગણી એ જ સાચી પ્રાર્થના છે. પણ તમારી પ્રાર્થના ફળે છે કે નહીં તેની રાહ જોવા માટે તમારામાં ધીરજ હોવી જોઈએ.

૫. વિષાદ એ બીજું ગમે તે હોય, પણ ધર્મ નથી. હંમેશાં પ્રાર્થનાથી આનંદી અને હસમુખા બનવાથી મનુષ્ય ઈશ્વરની વધુ સમીપ પહોંચે છે.

૬. માતા એ શક્તિનું પ્રથમ – પ્રાગટય છે… વિશ્વમાં રહેલી સમગ્ર શક્તિનો તે કુલ સરવાળો છે… માની ભાવના મનમાં દૃઢ થયા પછી આપણે બધું જ કરી શકીએ; પ્રાર્થનાનો તે તરત ઉત્તર આપે છે.

૭. પ્રાર્થના શું કોઈ જાદુ-મંત્ર છે કે તેના રટણથી તમે સખત કામ કરતા ન હો છતાં તમને અદ્ભુત ફળ મળી જાય ? ના. સૌને સખત કામ કરવાનું છે; સૌએ એ અનંત શક્તિના ઊંડાણે પહોંચવાનું છે. ગરીબની પાછળ તેમજ શ્રીમંતની પાછળ, એ જ અનંત શક્તિ રહેલી છે. એવું નથી કે એક માણસને સખત મહેનત કરવી પડે અને બીજો થોડાક શબ્દોના રટણમાત્રથી ફળ મેળવી જાય ! આ વિશ્વ એક અખંડ પ્રાર્થના છે. જો તમે પ્રાર્થનાને એ અર્થમાં સમજો તો હું તમારા મતનો છું. શબ્દો જરૂરી નથી; મૂક પ્રાર્થના વધુ સારી છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories