૧. જીવીએ ત્યાં સુધી શીખીએ પણ અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે, જ્યારે આપણે બીજાઓ પાસેથી કાંઈ લઈએ ત્યારે તેને આપણી રીત પ્રમાણે અને આપણને અનુકૂળ આવે તેમ ઘડી લેવું જોઈએ.

૨. બીજાઓ પાસેથી અવશ્ય આપણે ઘણી બાબતો શીખવાની છે; અરે, જે નવું શીખવાની ના પાડે તે મૂએલો જ છે !

૩. સારા શિક્ષણનું ધ્યેય છેઃ માનવનો વિકાસ.

૪. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્યબળને વધારતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત આપતી નથી, તે શું કેળવણીના નામને લાયક છે ? સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઊભો રહેતાં શીખવે.

૫. જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી.

૬. સાચું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઇચ્છાશક્તિનો ઉપયોગ કરવાની તાલીમ.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

One Comment

  1. Desai Sweta May 23, 2023 at 8:07 am - Reply

    Super

Leave A Comment

Related posts

Popular products

Product categories