૧. આ શરીર, તે કર્મ કરવાનું સાચું સાધન છે; અને જે તેને નરકસ્થાન બનાવે છે તે ગુનેગાર છે અને જે તેની સંભાળ રાખતો નથી તે પણ દોષપાત્ર છે.

૨. ઓછામાં ઓછાં આપણાં એક તૃતીયાંશ દુઃખોનું મૂળ આપણી શારીરિક નબળાઈ છે.

૩. નિયમિત કસરત વિના શરીર બરાબર રહેતું નથી.

૪. સવાર સાંજ ફરવા જાઓ અને શારીરિક મહેનત કરો. શરીર અને મન એક સાથે ચાલવાં જોઈએ.

૫. ગંદું પાણી અને ગંદો ખોરાક બધા રોગોનું મૂળ છે.

૬. રોગ કરતાં રોગની ચિંતા વધુ ખરાબ હોય છે.

૭. પ્રાણાયામની પ્રથમ ક્રિયા સંપૂર્ણ સલામત અને ખૂબ સ્વાસ્થ્યદાયક છે. તે તમને સારું સ્વાસ્થ્ય આપશે અને ઓછામાં ઓછી તમારી સામાન્ય તંદુરસ્તી તો સુધારશે જ.

૮. જો કોઈ ગ્રહ મારા જીવનમાં નડતો હોય, તો તે જીવનની કિંમત એક કોડીની પણ નથી. તમે જોશો કે જ્યોતિષ અને આ બધી રહસ્યમય બાબતો સામાન્ય રીતે નિર્બળ મનની નિશાની છે; તેથી આપણા મનમાં જ્યારે તે પ્રબળ થવા લાગે ત્યારે તરત જ આપણે વૈદને મળવું, સારો ખોરાક ખાવો અને આરામ લેવો.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories