બહેનોને

સહનશક્તિ એ મહાન ગુણ છે. તેના જેવો બીજો એકેય ગુણ નથી.

સ્ત્રીની જાતને આટલો ગુસ્સો રાખવો શું સારો છે? સહન કરી લેવું જોઈએ.

આપણે તો નાની શી ચીજ પણ નકામી ન જવા દેવી જોઈએ!

જે (સાસુ) પોતાની પુત્રવધૂ પ્રત્યે ઘણી જ કડક છે શું તે ડહાપણ કહેવાય? મનુષ્યે લગામ ઢીલી મૂકવી જોઈએ.

બેટા, ધ્યાનમાં રાખો કે લજ્જા એ સ્ત્રીનું મોટામાં મોટું આભૂષણ છે.

બાળકો તો નારાયણ સ્વરૂપ છે અને તમારે એ વૃત્તિથી એમને ઉછેરવાં જોઈએ.

સ્ત્રીઓએ તો ધીર અને નમ્ર રહેવું જોઈએ. લજ્જા એ સ્ત્રીનો ધર્મ છે. નહીં તો લોકો એમની નિંદા કરે.

બધું જ કામ શીખી રાખવું સારું છે.

કુંવારી રહેવામાં ઘણો ભય હોવા છતાં જેને લગ્ન ન કરવાં હોય તેને પરાણે પરણાવીને સંસારમાં નાખવી એ અન્યાય છે.

બેપરવા થઈ ચાલવું સારું ન કહેવાય.

વસ્તુની વળી શું કિંમત છે? કિંમત છે યાદગીરીની.

વખત આવ્યે બધું સહન કરી લેવું જોઈએ. કોઈક વખતે બકરાના પગમાં પણ ફૂલ ધરવાં પડે છે.

બધાં ઉપર સમાન પ્રેમ કેવી રીતે રાખવો એ તમને કહું; જેમને ચાહતાં હોઈએ એમની પાસેથી કશું જ ન માગો. તમે માગશો તો કોઈ થોડું ને કોઈ વધારે આપશે એટલે વધારે આપનારને વધારે ચાહશો અને ઓછું આપનારને તમે ઓછા ચાહશો. આમ બધા પ્રત્યે તમારો પ્રેમ સમાન રહેશે નહિ. તમે નિષ્પક્ષપાતપણે સૌને નહિ ચાહી શકો.

પ્રેમ દ્વારા બધું સિદ્ધ કરી શકાય. દબાણ કરીને કે કોઈ ગોળગોળ રીત સમજાવીને બીજા કોઈને આજ્ઞા પાળતા કરી ન શકાય.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories