ધૈર્ય

રાહ જોવાનું છોડી ન દો. લાંબો સમય પ્રાર્થના કરો.

માણસે આટલા બધા ઉતાવળા ન બનવું જોઈએ.

આટલી ચિંતા શી? બધું યથાસમયે પ્રાપ્ત થશે.

નાળિયેરની ડાળ સમય થતાં પોતાની મેળે ખરી પડે છે, પણ સમય પાક્યા પહેલાં એને તોડવા માટે ખૂબ શ્રમ કરવો પડે છે. એ રીતે દરેક ચીજને એનો પોતાનો સમય હોય છે.

સંતોષ સમી સમૃદ્ધિ નથી અને ધૈર્ય સમો ગુણ નથી.

જો બેટા, તારે આફતનો સામનો કરવો જ ન પડે એવું નથી. આફતો હંમેશાં આવતી રહે છે. પણ એ કાયમ રહેતી નથી. પુલ નીચેથી વહેતા પાણીની જેમ એ જતી રહે છે.

બધાનો સમય હોય છે. નિરાશ થયા વિના પ્રાર્થના કરતો જ રહે. બધું એને સમયે થશે.

જેને માટે તમે તલસાટ અનુભવશો તે તમને મળશે. પોતાનાં ભાગ્ય અને કર્મ અનુસાર સૌને તક સાંપડે છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories