ભાંગતાં બધાંને આવડે પણ ઘડતાં કેટલાંને આવડે? નિંદા કરી બધાં તેની મજાક ઉડાવી શકે પણ કેટલાં તેને સુધારી શકશે? માણસ માત્રમાં દુર્બળતા તો છે જ.

માણસે શિસ્ત જાળવવી જોઈએ. એ સિવાય માણસ સારો કેવી રીતે બની શકે?

વ્યક્તિએ કદી અપ્રિય એવું કડવું સત્ય બોલવું ન જોઈએ.

મનુષ્યના સ્વભાવની ગણના થાય છે. બીજી વસ્તુઓની શી જરૂર છે?

સારી આદતો નભાવવાને જરા કૃતનિશ્ચયીપણું જરૂરનું છે.

જેમાં જે ચીજ ખપે તે કાઢી નાખવાથી ન ચાલે.

મનુષ્યે સમાજના મતને ધ્યાનમાં લેવો જોઈએ.

આ જીવન તો ઈશ્વરની કૃપારૂપે પ્રાપ્ત થયું છે, મનુષ્યે તેને પોતાનું સદ્ભાગ્ય માનવું જોઈએ.

માન મેળવવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ.

બાલ્યાવસ્થામાં કોઈ કાંઈ સારી રીતે શીખે તે શું ભૂલે?

કોઈનું હજારવાર ભલું કર્યા પછી એકાદ વખત પણ જો તમે જરા દોષ કરશો તો તેને તુરત જ ખોટું લાગશે. લોકો માત્ર દોષ જ જુએ છે.

બીજાની લાગણી દુભાય એવા શબ્દો શું કદી કોઈએ ઉચ્ચારવા જોઈએ ખરા કે? સત્ય હોવા છતાં પણ અણગમતું સત્ય બોલવું જોઈએ નહીં. કારણ કે તેની આદત પડી જાય છે અને એક વખત મનુષ્ય બીજાની લાગણીનો ખ્યાલ કરવાનું બંધ કરી દે છે, ત્યારે તે કોઈ જગ્યાએ અટકતો નથી. ઠાકુર કહેતા, ‘જો તમારે લંગડા માણસને પૂછવું હોય કે તે કેવી રીતે લંગડો થયો, તો ત્યારે તમારે આ પ્રમાણે બોલવું જોઈએઃ તમારા પગની આવી સ્થિતિ કેવી રીતે થઈ?’

દરેક વસ્તુનું યોગ્ય મહવ આંકી તેને માન આપવું જોઈએ. સાવરણીને, ઝાડુને પણ થોડું માન આપવું જોઈએ.

મનુષ્યે ગમે તે પ્રકારે, દુર્જનોને દૂર રાખવા જોઈએ.

એક સ્થાને શાંતિ પ્રાપ્ત થતી હોય તો યાત્રા સ્થાનોએ જવાની શી જરૂર છે?

ઠાકુર કહેતાઃ જેની પાસે પૈસા અને અનાજ હોય તે ગરીબોને આપે. જેની પાસે ન હોય તે ઈશ્વરનું નામ રટે.

પરણેલો માણસ શું ગુણવાળું જીવન ન જીવી શકે? માણસ બધું મન દ્વારા જ પ્રાપ્ત કરે છે.

ઠાકુર મને નહોતા પરણ્યા?

મુશ્કેલીઓ ભોગવવા છતાં પણ જે ભગવાનને વળગી રહે તે અવશ્ય તેને પામે જ.

જેમની આધ્યાત્મિક શક્તિ ઉચ્ચ કોટિની હોય તેઓ જ સાધુ થઈ શકે અને જાતને બધાં બંધનોમાંથી મુક્ત કરી શકે વળી, કેટલાંકનો જન્મ સંસાર માણવા માટે થયો હોય છે. ભોગ, પીડા બધાં ભોગવી લેવાં સારાં એમ કહું છું. ઠાકુરના સાથીઓની વાત જુદી હતી.

જો બેટા, આપણે જેને ચાહતાં હોઈએ એને કશું ખાવાનું દેતાં પહેલાં ચાખીને દેવું ઠીક છે.

યાત્રાએ જવું એટલે આફતોનો સામનો કરવાનું આવે; બહુ ભોળવાઈ ન જવું. ભટકવા કરતાં પોતાને ઘરે રહીને તું ખૂબ પ્રાપ્ત કરી શકીશ. તારા મન ઉપર બધો આધાર છે.

બધા પ્રત્યે ફરજ અદા કરો પણ, પ્રભુ સિવાય કોઈમાં પ્રીતિ ન રાખો, બીજાને ચાહવાથી અનેક ઉપાધિઓ આવે છે.

ગૃહસ્થોએ બાહ્ય ત્યાગ કરવાની આવશ્યકતા નથી. એમનામાં આંતરિક ત્યાગ આપોઆપ પ્રગટ થશે.

દરેકને એનો ભાગ આપવો જોઈએ.

સ્થાનિક રીતે રિવાજોનું પાલન કરવું.

ઠાકુર કહેતા, ‘લોકોને જંતુ માનો.’ એટલે બધા લોકો નહીં. ઠાકુર દોષ જોનારાઓની અને હલકી વૃાિના માણસોની જ વાત કરતા હતા.

માણસ જ દેવ બને છે. માણસ યોગ્ય રીતે વર્તે તો બધું જ શક્ય છે.

દરેકે મહેનત કરવી જોઈએ. શું ચીવટથી મહેનત કર્યા વગર કાંઈ મળી શકે?

લોકોને પ્રેમ અને જતનથી પોતાના કરી લેવા જોઈએ.

બધાની સાથે સંપીને રહેવું જોઈએ. ઠાકુર કહેતા નશ-ષ-સથ એટલે બધું સહન કર્યે જાઓ.

વડીલોની વાત માનવી જોઈએ.

વિશ્વાસ અને નિષ્ઠા મૂળ છે. એ હોય તો બસ છે.

લોકો ફક્ત દોષ જ જુએ. ગુણ વળી કેટલા જુએ છે? ગુણો જોવા જોઈએ.

ઠાકુર કહેતા કે એક બે બાળકો થયા પછી સંયમ પાળવો જોઈએ. ઇંદ્રિય સંયમ બહુ જરૂરી છે.

દીકરા, પૈસા ભેગા કરી રાખીશ તો તારો પોતાનો સંસાર સરળતાથી ચાલશે અને સાધુઓની પણ સેવા થઈ શકશે.

ભૂલો આચરવી એ તો માનવનો મૂળ સ્વભાવ છે; પરંતુ ટીકા કરનારાઓમાંથી બહુ થોડા તેમને સુધારવાની કળા જાણે છે.

બેટા, સહિષ્ણુતાનો ગુણ મોટો છે; એની સમાન બીજો ગુણ નથી.

ભગવાં કપડાંમાં જ શું બધું સમાયેલું છે! તમે એના વિના પણ ઈશ્વરને પામી શકશો.

આધ્યાત્મિક સાધના બાબત પતિપત્ની એકમત હોય તો આધ્યાત્મિક પ્રગતિ સરળ બની જાય છે!

પૈસા કમાવા અને સંઘરો કરવા વિશે મા કહેતાંઃ ‘તારે બૈરી છોકરાં છે. એમને માટે તારે કંઈક એકઠું કરવું જોઈએ… બેટા તું જો બચાવીશ તો એ ભવિષ્યમાં તને અને તારા કુટુંબ માટે કામમાં આવશે. ઉપરાંત તું સાધુસેવા પણ કરી શકીશ. બેટા, તારી પાસે કંઈ હશે જ નહિ તો, સાધુઓને તું શું આપી શકીશ?’

બેટા, માણસ ગમે તેવો હોય પણ એ સંન્યાસી વેશે આવે તો એને કશું આપીને કે અન્ય રીતે એની સેવા કરીને તારે સાધુસેવા કરવી.

ગૃહસ્થોને સંસારની ફરજો વિશે માએ કહ્યુંઃ (ગૃહસ્થનું) ઘર ભગવાનનું છે. માટે જે કંઈ કર્મમાં એણે તમને નાખ્યા હોય તે કર્મ, પ્રભુ પર પૂર્ણ આધાર સાથે, ઉામ રીતે કરવું.. ઉપાધિઓ અને આફતો આવે તો ઠાકુરને બોલાવો, એ તમને પાર ઉતારશે.

બીજાઓની ટીકા કરનાર લોકો પૂરતી સંખ્યામાં છે. હું તેમ નહિ કરું તેથી દુનિયાનો કંઈ અંત આવી નહિ જાય.

સૌએ સહનશીલ થવું જોઈએ.

મનુષ્ય બીજાઓને આનંદ આપી શકે ત્યારે જ એના જીવનનો હેતુ સધાય છે.

ગમે તે કામ કરો, તેમાં સૌનું સ્વમાન સચવાવું જોઈએ. દરેકની સલાહ લઈ ચાલવું જોઈએ.

ઈશ્વર સૌનાં પિતા અને માતા છે બેટા, તે જ માનવનાં માતપિતાનું સ્વરૂપ ધારણ કરે છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories