નાનામાં નાનું કાર્ય પણ પૂજ્ય ભાવથી થવું જોઈએ.

બધાં શુભ કાર્યાે વિના વિલંબે પતાવી લેવાં, તે સારું છે.

મનુષ્યમાત્રે પોતાનાં કર્મનાં ફળ ભોગવવાનાં રહે જ છે. પણ જો મનુષ્ય ઈશ્વરપ્રાર્થના કરે તો શૂળીનું દુઃખ સોયથી ટળે છે. જપ, ઉગ્રસાધના વગેરેથી મનુષ્યના ખરાબ ભાવિમાં ઘણો ફેરફાર થાય છે.

ગમે તેમ તોય સારી વસ્તુ કરવી તે તો સારું જ છે ને? સારાનું પરિણામ સારું અને ખરાબનું ખરાબ.

જેમને ફરજ બજાવવાની હોય છે તેઓ ખાસ નિયમો પાળી શકે નહિ.

પ્રાર્થના અને ધ્યાન અથવા યાત્રા કે પૈસો કમાવવો, આ બધું મનુષ્યના જીવનના પૂર્વાર્ધમાં હોવું ઘટે.

મનુષ્યે બધો સમય કામ કરવું જોઈએ. કામ તો શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે.

કામકાજ કરવાં તો જોઈએ જ, કર્મ કરતાં કરતાં જ કર્મનાં બંધન કપાતાં જાય, ત્યારે નિષ્કામ ભાવ આવે. એક ક્ષણ પણ કામ વગર રહેવું ઠીક નથી.

માણસે સારા અને નરસા વચ્ચેનો ભેદ પારખવો જોઈએ અને ઈશ્વર માટે સખત કામ કરવું જોઈએ.

માણસ પાસે એ જ બધું કરાવે છે એ સાચું છે. પણ માણસ પાસે એ સમજણ છે? અહંકારથી ભર્યાે હોઈ એ માને છે કે પોતે બધાનો કર્તા છે અને ભગવાન ઉપર આધાર રાખવાની જરૂર નથી. ઈશ્વર પર આધાર રાખનારનું એ બધા ભયથી રક્ષણ કરે છે.

કોઈપણ ભોગે, આપણું ધ્યેય આપણે પાર પાડવું જોઈએ. જો બેટા, જે કામ નિર્ધાર્યું હોય તે પહેલાં કરવું.

બધા માણસો એક જ હેતુ માટે જન્મતા નથી.

માણસને કશું ઉદાત્ત પ્રાપ્ત કરવું હોય તો એને નિષ્ઠાપૂર્વક મહેનત કરવી જોઈએ અને દૃઢનિશ્ચયી બનવું જોઈએ.

સમય અને સંજોગો પ્રમાણે બધું કરવું જોઈએ.

કામ કર્યા વગર કંઈ મન સારું રહે?

જેને કહેવું હોય તે કહે, પણ ઠાકુરને યાદ કરીને જે કામ હિતકર સમજો તે જ કરજો.

બેટા, જગતનાં દુઃખપીડા દૂર કરવા કાર્યરત રહો.

ઉત્તેજનાની ઘડીએ મોટાં કામ કરનારા ઘણા હોય છે. પણ પોતાનાં કર્તવ્યની ઝીણામાં ઝીણી બાબતમાં રસ દેખાડે અને સાવધાની બતાવે તેના પરથી માણસની સાચી ઓળખ મળે છે.

બધા સારા કામમાં ફતેહ માટે ખંત અને દૃઢતા જરૂરી છે.

બેટા, પ્રવૃત્તિશીલ રહેવું સારું છે.

લોકોએ સાવધાનીથી જીવવું જોઈએ, દરેક કર્મ ફળ પેદા કરે છે. બીજાઓ પ્રત્યે આકરા શબ્દો વાપરવા કે એમની પીડા માટે જવાબદાર બનવું તે યોગ્ય નથી.

સંસારીજનોના મતાનુસાર અશુભ કાળે પવિત્ર તીર્થક્ષેત્રે ન જવાય. આ રીતે સમયની પ્રતિકૂળતાને ધ્યાનમાં લઈ માણસ એ પવિત્ર વિચારને મોકૂફ જ રાખી દે. પણ મૃત્યુ કોઈ ભેદ રાખતું નથી. મોત ક્યારે આવવાનું છે તે કોઈ જાણતું નથી એટલે શુભ ઘડીની વાટ જોયા વિના તક મળે ત્યારે મંગળકાર્ય કરી જ લેવું.

નદીઘાટે નહાવા જાઓ ત્યારે ઘાટ ઉપર મેલું કે કચરો પડેલો હોય તો પાણી રેડીને તે સાફ કરી નાખો. એથી બીજા માણસોને જે સુખ સગવડ થશે, તેનું પુણ્ય તમને મળશે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories