• Those who practise [yoga] hard will get many other signs. Sometimes there will be sounds, as a peal of bells heard at a distance, commingling, and falling on the ear as one continuous sound. Sometimes things will be seen, little specks of light floating and becoming bigger and bigger; and when these things come, know that you are progressing fast. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 176)

    जो बहुत अधिक साधना करते हैं, उनमें और भी दूसरे लक्षण प्रकट होते हैं। कभी कभी घंटा-ध्वनि की तरह का शब्द सुन पड़ेगा, मानो दूर बहुत से घंटे बज रहे हैं और वे सारे शब्द मिलकर कानों में लगातार आघात कर रहे हैं। कभी कभी देखोगे, आलोक के छोटे छोटे कण हवा में तैर रहे हैं और क्रमश: कुछ कुछ बड़े होते जा रहे हैं | जब ये लक्षण प्रकाशित होंगे, तब समझना कि तुम द्रुत गति से साधना में उन्नति कर रहे हो।

    જેઓ (યોગનો) ખૂબ અભ્યાસ કરશે તેઓને બીજાં ઘણાંય ચિહ્નો જોવા મળશે. કોઈ કોઈ વાર અવાજો આવશે, જાણે કે દૂર વાગતા ઘંટના અવાજો એક સાથે મિશ્રિત થઈને એક સતત સુસંવાદિત નાદની પેઠે કાન પર આવીને સંભળાતા હોય. કોઈક વાર વળી અદ્ભુત વસ્તુઓ જાણે કે જોવામાં આવશે, નાની નાની પ્રકાશની ચિનગારીઓ હવામાં તરતી અને મોટી ને વધુ મોટી થતી દેખાશે; અને જ્યારે આ બધાં ચિહ્નો દેખાય ત્યારે જાણવું કે તમે ઝડપથી આગળ વધી રહ્યા છો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૨)

    যাঁহারা কঠোর সাধনা করেন, তাঁহাদের আরও অন্যান্য লক্ষণ প্রকাশ পায়। কখন কখন দূর হইতে যেন ঘণ্টাধ্বনির মতো শব্দ শুনা যাইবে যেন অনেকগুলি ঘণ্টা দূরে বাজিতেছে, এবং সেই সকল শব্দ একত্র মিলিয়া কৰ্ণে অবিচ্ছিন্ন শব্দপ্রবাহ আসিতেছে। কখন কখন নানা বস্তু দেখা যায়। ক্ষুদ্র ক্ষুদ্র আলোককণা যেন শূন্যে ভাসিতেছে, ক্রমশঃ একটু একটু করিয়া বড় হইতেছে। যখন এই-সকল ব্যাপার ঘটিতে থাকিবে, তখন জানিও তুমি খূব দ্রুত উন্নতির পথে চলিতেছ।

  • The human mind is like…monkey, incessantly active by its own nature; then it becomes drunk with the wine of desire, thus increasing its turbulence. After desire takes possession comes the sting of the scorpion of jealousy at the success of others, and last of all the demon of pride enters the mind, making it think itself of all importance. How hard to control such a mind! (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 174)

    मनुष्य का मन… वानर के सदृश है । मन तो स्वभावत: ही सतत चंचल है, फिर वह वासनारूप मदिरा से मत्त है, इससे उसकी अस्थिरता बढ़ गयी है | जब वासना आकर मन पर अधिकार कर लेती है, तब सुखी लोगों को देखने पर ईशष्यरिप बिच्छू उसे डंक मारता रहता है | उसके भी ऊपर जब अहंकाररूप दानव उसके भीतर प्रवेश करता है, तब तो वह अपने आगे किसीको नहीं गिनता । ऐसी तो हमारे मन की अवस्था है ! सोचो तो, इसका संयम करना कितना कठिन है !

    માણસનું મન…વાંદરા જેવું છે, સ્વભાવે જ નિરંતર ચંચળ; પછી એ ઇચ્છારૂપી દારૂ ઢીંચીને તેં થાય, એટલે તેની ચંચળતાની માત્રા ખૂબ ખૂબ વધી જાય, ઇચ્છાએ તેને કબજામાં લીધો એટલે પછી આવે બીજાઓની ફતેહથી થતી ઈર્ષ્યાના વીંછીનો ડંખ; અને છેલ્લે અભિમાનનું ભૂત તેના મનમાં ભરાઈ બેસે, એટલે એ પોતાને સર્વશ્રેષ્ઠ માને. આવા મનને કાબૂમાં લેવું એ કેટલું કઠણ ! (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૦)

    মনুষ্য-মন…বানরের তুল্য, স্বভাবতই অবিরত ক্রিয়াশীল, আবার বাসনারূপ মদিরাপানে মত্ত হইলে উহার অস্থিরতা বৃদ্ধি পায়। যখন বাসনা আসিয়া মনকে অধিকার করে, তখন অপরের সফলতা-দর্শনে ঈর্ষারূপ বৃশ্চিক তাহাকে দংশন করিতে থাকে। শেষে আবার যখন অহঙ্কাররূপ পিশাচ তাহার ভিতরে প্রবেশ করে, তখন সে নিজেকেই বড় বলিয়া মনে করে। এইরূপ মনকে সংযত করা কি কঠিন!

  • Those who want to be Yogis, and practice hard, must take care of their diet at first. … For those who want to make rapid progress, and to practise hard, a strict diet is absolutely necessary. They will find it advantageous to live only on milk and cereals for some months. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 176)

    जो योगी होने की इच्छा करते हैं और कठोर अभ्यास करते हैं, उन्हें पहली अवस्था में आहार के सम्बन्ध में कुछ विशेष सावधानी रखनी होगी। जो शीघ्र उन्नति करने की इच्छा करते हैं, वे यदि कुछ महीने केवल दूध और अन्न आदि निरामिष भोजन पर रह सकें, तो उन्हें साधना में बड़ी सहायता मिलेगी।

    જેઓ યોગી થવા અને સખત સાધના કરવા ઇચ્છે તેમણે શરૂઆતમાં પોતાના આહારની કાળજી રાખવી જોઈએ. …જેઓ ઝડપથી પ્રગતિ કરવા ઇચ્છતા હોય અને સખત સાધના કરવા ઇચ્છતા હોય, તેમને માટે નિયમિત પ્રકારનો આહાર બિલકુલ આવશ્યક છે. તેમને માટે કેટલાક મહિનાઓ સુધી તો માત્ર દૂધ અને શાકાન્ન પર જ રહેવું ફાયદાકારક થઈ પડશે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૨)

    যাঁহারা যোগী হইতে ইচ্ছা করেন এবং দৃঢ়ভাবে যোগ অভ্যাস করেন, তাঁহাদের প্রথমাবস্থায় আহার সম্বন্ধে যত্ন লওয়া আবশ্যক। … যাঁহারা কঠোর সাধন করিয়া শীঘ্র উন্নতি করিতে চান, তাঁহাদের পক্ষে আহার সম্বন্ধে বিশেষ সাবধান হওয়া একান্ত আবশ্যক। কয়েক মাস দুধ ও শস্যজাতীয় আহারই তাঁহাদের সাধন-জীবনের সহায়ক হইবে।

  • When one begins to concentrate, the dropping of a pin will seem like a thunderbolt going through the brain. As the organs get finer, the perceptions get finer. These are the stages through which we have to pass, and all those who persevere will succeed. Give up all argumentation and other distractions. Is there anything in dry intellectual jargon? It only throws the mind off its balance and disturbs it. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 176)

    मन को एकाग्र करना आरम्भ करने पर देखोगे कि एक सामान्य पिन गिरने से ही ऐसा मालूम होगा कि मानो तुम्हारे मस्तिष्क में से वज़् पार हो गया। इन्द्रिय-यंत्र जितने सूक्ष्म होते जाते हैं, अनुभूति भी उतनी ही सूक्ष्म होती जाती है। इन्हीं सब अवस्थाओं में से होते हुए हमें क्रमश: अग्रसर होना होगा। और जो लोग अध्यवसाय के साथ अन्त तक लगे रह सकते हैं, वे ही कृतकार्य होंगे। सब प्रकार के तर्क और चित्त में विक्षेप उत्पन्न करनेवाली बातों को दूर कर देना होगा। शुष्क और निरर्थक तर्कपूर्ण प्रलाप से क्या होगा ? वह केवल मन के साम्यभाव को नष्ट करके उसे चंचल भर कर देता है।

    …મન જ્યારે એકાગ્ર થવા લાગે ત્યારે એક ટાંકણી સરખી પડવાનો અવાજ પણ મગજમાં વજ્માત જેવો લાગે. ઇંદ્રિયો જેમ જેમ સૂક્ષ્મ થતી જાય તેમ તેમ, સંવેદનો પણ સૂક્ષ્મ બનતાં જાય છે. આ બધી ભૂમિકાઓમાંથી આપણે પસાર થવાનું છે અને જેઓ ખંતપૂર્વક અભ્યાસ ચાલુ રાખશે તેઓ સફળ થશે. બધી દલીલબાજી અને બીજા વિક્ષેપોને છોડી દો. શુષ્ક તર્કજાળમાં તે શું વળવાનું છે ? એનાથી તો માત્ર મનની સમતુલાનો ભંગ થાય છે અને તે ચંચળ બને છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૩)

    যখন কেহ মনকে একাগ্র করিতে আরম্ভ করে, তখন একটি সামান্য পিন পড়িলে বোধ হইবে যেন মস্তিষ্কের মধ্য দিয়া বজ্ৰ চলিয়া গেল। ইন্দ্ৰিয়যন্ত্রগুলি যত সূক্ষ্ম হয়, অনুভূতিও তত সূক্ষ্ম হইতে থাকে। এই-সকল অবস্থার ভিতর দিয়াই আমাদিগকে অগ্রসর হইতে হইবে, এবং যাহারা অধ্যবসায়সহকারে শেষ পর্যন্ত লাগিয়া থাকিতে পারে, তাহারাই কৃতকার্য হইবে। সর্বপ্রকার তর্ক ও যাহাতে চিত্তের বিক্ষেপ হয়, সে-সব পরিত্যাগ কর। শুষ্ক তর্কে কি ফল! উহা কেবল সাম্যভাব নষ্ট করিয়া দিয়া মনকে চঞ্চল করে।

  • First hear, then understand, and then, leaving all distractions, shut your minds to outside influences, and devote yourselves to developing the truth within you. … Take one thing up and do it, and see the end of it, and before you have seen the end, do not give it up. He who can become mad with an idea, he alone sees light. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 177)

    पहले सुनना होगा, फिर समझना होगा, अन्त में बाहरी संसार से दृष्टि बिलकुल हटाकर, सब प्रकार की विक्षेपकारी बातों से दूर रहकर हमें अन्तर्निहित सत्य-तत्त्व के विकास के लिए प्रयत्न करना होगा।… एक भाव को पकड़ो, उसीको लेकर रहो। उसका अन्त देखे बिना उसे मत छोड़ो। जो एक भाव लेकर उसीमें मत्त रह सकते हैं, उन्हींके हृदय में सत्य-तत्त्व का उन्मेष होता है।

    પ્રથમ સાંભળો, પછી સમજો અને ત્યાર બાદ બધા વિક્ષેપોને બાજુએ મૂકીને બહારની અસરો સામે તમારાં મન બંધ કરો અને તમારી અંદર રહેલાં સત્યને વિકસાવવામાં લાગી જાઓ. એક બાબતને હાથમાં લો અને તેને વળગી રહો અને એના અંત સુધી જાઓ, અને જ્યાં સુધી તેનો અંત ન મેળવો આવે ત્યાં સુધી તેને છોડો મા. જે માણસ એક વિચારની પાછળ ગાંડો બની શકે, તે જ પ્રકાશ જોઈ શકે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૩)

    প্রথমে শুনিতে হইবে, পরে বুঝিতে হইবে, পরিশেষে বহির্জগতের প্রভাব ও সর্বপ্রকার বিক্ষেপের কারণ হইতে দূরে থাকিয়া আমাদের অন্তর্নিহিত সত্যকে বিকাশ করিবার জন্য যত্নবান্ হইতে হইবে। একটি ভাব গ্রহণ কর, সেটি লইয়াই সাধনা কর, উহার শেষ পর্যন্ত দেখ, উহার শেষ না দেখিয়া ছাড়িও না। যিনি একটা ভাব লইয়া পাগল হইয়া যাইতে পারেন, তিনিই সত্যের আলো দেখিতে

  • Those that only take a nibble here and a nibble there will never attain anything. They may titillate their nerves for a moment, but there it will end. They will be slaves in the hands of nature, and will never get beyond the senses. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 177)

    जो यहाँ का कुछ, वहाँ का कुछ, इस तरह खटाइयाँ चखने के समान सब विषयों को मानो थोड़ा चखते जाते हैं, वे कभी कोई चीज़ नहीं पा सकते । कुछ देर के लिए नसों की उत्तेजना से उन्हें एक प्रकार का आनन्द भले ही मिल जाता हो, किन्तु इससे और कुछ फल नहीं होता । वे चिरकाल प्रकृति के दास बने रहेंगे, कभी अतीन्द्रिय राज्य में विचरण न कर सकेंगे।

    જેઓ માત્ર ઘડીકમાં અહીં ને ઘડીકમાં તહીં મોં નાખતા ફરે તેઓ કદી કશું પામવાના નથી. તેઓ માત્ર પોતાના જ્ઞાનતંતુઓને ક્ષણભરને માટે ઉત્તેજિત કરે એટલું જ. એ લોકો પ્રકૃતિના ગુલામ જ રહેવાના અને ઇંદ્રિયોના ક્ષેત્રથી આગળ કદી જઈ શકવાના નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૩)

    যাহারা এখানে একটু, ওখানে একটু আস্বাদ করিয়া বেড়ায়, তাহারা কখনই কোন বস্তু লাভ করিতে পারে না। কিছুক্ষণের জন্য তাহাদের স্নায়ু একটু উত্তেজিত হইতে পারে বটে, কিন্তু ঐখানেই শেষ। তাহারা চিরকাল প্রকৃতির দাস হইয়া থাকিবে, কখনই ইন্দ্রিয়কে অতিক্রম 9 করিতে পারিবে না।

  • Take up one idea. Make that one idea your life—think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success, and this is the way great spiritual giants are produced. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 177)

    एक विचार लो; उसी विचार को अपना जीवन बनाओ – उसीका चिन्तन करो, उसीका स्वप्न देखो और उसीमें जीवन बिताओ। तुम्हारा मस्तिष्क, स्नायु, शरीर के सर्वाड्ज उसीके विचार से पूर्ण रहें। दूसरे सारे विचार छोड़ दो। यही सिद्ध होने का उपाय है; और इसी उपाय से बड़े बड़े धर्मवीरों की उत्पत्ति हुई है।

    એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, તેને વિશે જ વિચાર કરો, તેનાં જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરના એકેએક અવયવોને એ વિચારથી ભરપૂર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરેક વિચારને પડતા મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે અને આ જ માર્ગે મહાન આધ્યાત્મિક વિભૂતિઓ પાકે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૪)

    একটি ভাব লইয়া উহাকেই জীবনের একমাত্র ব্রত কর, শয়নে স্বপনে জাগরণে সর্বদা উহাই চিন্তা করিতে থাকো। ঐ ভাব অনুযায়ী জীবন যাপন কর। তোমার মস্তিষ্ক, স্নায়ু, পেশী, শরীরের প্রতিটি অঙ্গ এই ভাবে পূর্ণ হইয়া যাক অন্য সমুদয় চিন্তা দূরে থাকুক। ইহাই সিদ্ধিলাভের উপায়, এই উপায়েই বড় বড় ধর্মবীরের উদ্ভব হইয়াছে ।

  • [some people] bring ruin to millions by the unconscious suggestions they throw around, rousing in men and women that morbid, passive, hypnotic condition which makes them almost soulless at last. Whosoever, therefore, asks any one to believe blindly, or drags people behind him by the controlling power of his superior will, does an injury to humanity, though he may not intend it. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 172)

    …. [कोई कोई लोग] दूसरों पर इस सम्मोहन-शक्ति का प्रयोग करके, बिना जाने, लाखों नर-नारियों को एक प्रकार से विकृत जड़ावस्थापन्न॒ कर डालते हैं, जिसके परिणामस्वरूप उन सम्मोहित व्यक्तियों की आत्मा का अस्तित्व तक मानो लुप्त हो जाता है । इसलिए जो कोई व्यक्ति तुमसे अन्धविश्वास करने को कहता है, अथवा अपनी श्रेष्ठतर इच्छा-शक्ति के बल से लोगों को वशीभूत करके अपना अनुसरण करने के लिए बाध्य करता है, वह मनुष्य-जाति का भारी अनिष्ट करता है – भले ही वह इसे इच्छापूर्वक न करता हो।

    … [કેટલાક લોકો] અજાણપણે જે સૂચનો આજુબાજુ ફેલાવી મૂકે છે તે સૂચનો લાખો નરનારીઓનાં મનની અંદર જે વિકૃત, નિષ્ક્રિય અને અચેતન જેવી સ્થિતિ પેદા કરી મૂકે છે, તેનાથી તેઓ લગભગ જડ બની જાય છે અને આખરે વિનાશને નોતરે છે. તેથી, જે કોઈ માણસ બીજાને અંધશ્રદ્ધાથી માનવાનું કહે છે અથવા તો પોતાની પ્રબળ ઇચ્છાશક્તિની આકર્ષક શક્તિ વડે લોકોને પોતાની પાછળ ખેંચે છે, તે પોતાનો હેતુ ન હોય તો પણ માનવજાતિને નુકસાન પહોંચાડે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૮૮)

    [কেহ কেহ] চারিদিকে অজ্ঞাতসারে… ইঙ্গিত (suggestion) শক্তি প্রয়োগ করিয়া লক্ষ লক্ষ নরনারীর মধ্যে একরূপ বিকৃত, নিস্ক্রিয় ও মোহের ভাব জাগাইয়া তুলেন, পরিণামে তাহারা অত্মার অস্তিত্ব পর্যন্ত যেন বিস্মৃত হইয়া যায়, অতএব যে-কোন ব্যক্তি কাহাকেও অন্ধভাবে বিশ্বাস করিতে বলে, অথবা নিজের উচ্চতর ইচ্ছার নিয়ন্ত্রণ-শক্তিদ্বারা বহু লোককে তাহার পশ্চাৎ অনুসরণ করিতে বাধ্য করে, সে ইচ্ছা না , করিলেও মনুষ্যজাতির অনিষ্ট করিয়া থাকে।

  • We hear “Be good,” and “Be good,” and “Be good,” taught all over the world. There is hardly a child, born in any country in the world, who has not been told, “Do not steal,” “Do not tell a lie,” but nobody tells the child how he can help doing them. Talking will not help him. … We do not teach him how not to steal; we simply tell him, “Do not steal.” Only when we teach him to control his mind do we really help him. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 171)

    “अच्छे बनो’, “अच्छे बनो’, “अच्छे बनो।” संसार में शायद किसी देश में ऐसा बालक नहीं पैदा हुआ, जिसे मिथ्या-भाषण न करने, चोरी न करने आदि की शिक्षा नहीं मिली; परन्तु कोई उसे यह शिक्षा नहीं देता कि वह इन अशुभ कर्मों से किस प्रकार बचे | केवल बात करने से काम नहीं बनता। … हम तो उसको चोरी से निवृत्त होने की शिक्षा नहीं देते, उससे बस, इतना ही कह देते हैं, ‘चोरी मत करो।! यदि उसे मन:संयम का उपाय सिखाया जाय, तभी वह यथार्थ में शिक्षा प्राप्त कर सकता है, और वही उसकी सच्ची सहायता और उपकार है।

    ‘સારા થાઓ’, ‘સારા થાઓ’, ‘સારા થાઓ’ એમ . આખી દુનિયામાં ઉપદેશ અપાતો આપણે સાંભળીએ છીએ. કોઈ પણ દેશમાં જન્મેલું ભાગ્યે જ એવું બાળક હશે કે જેને શીખવવામાં આવ્યું નહીં હોય કે ‘ચોરી કરવી નહી’, ‘જૂઠું બોલવું નહીં, પણ એ કર્યા વગર કેવી રીતે રહી શકવું એ તેને કોઈ કહેતું નથી. સૂત્રોના ઉપદેશ માત્રથી તેનું કંઈ વળતું નથી. … ચોરી કર્યા વગર કેવી રીતે રહી શકવું એ તો આપણે તેને શીખવતા નથી; આપણે તો માત્ર તેને કહીએ છીએ કે ‘ચોરી કરીશ મા.” જ્યારે આપણે તેને તેના મન પર કાબૂ રાખતાં શીખવીએ ત્યારે જ આપણે તેને ખરી મદદ કરી ગણાય. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૮૭)

    আমরা জগতের সর্বত্রই দেখিতে পাই, সকলেই এই শিক্ষা দিতেছে যে, ‘সৎ হও, ভাল হও’। বোধ হয়, জগতে কোন দেশে এমন কোন বালক জন্মায় নাই, যাহাকে বলা হয় নাই, ‘মিথ্যা কহিও না, চুরি করিও না’ ইত্যাদি, কিন্তু কেহ তাহাকে এই-সকল কর্ম হইতে নিবৃত্ত হইবার উপায় শিক্ষা দেয় না। শুধু কথায় হয় না। … আমরা তো তাহাকে চৌর্যকর্ম হইতে নিবৃত্ত হইবার উপায় শিক্ষা দিই না, কেবল বলি, ‘চুরি করিও না’। মন সংযত করিবার উপায় শিক্ষা দিলেই তাহাকে যথার্থ সাহায্য করা হয়।

  • He who has succeeded in attaching or detaching his mind to or from the centres at will has succeeded in Pratyahara, which means, “gathering towards,” checking the outgoing powers of the mind, freeing it from the thraldom of the senses. When we can do this, we shall really possess character; then alone we shall have taken a long step towards freedom; before that we are mere machines. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 173)

    जो इच्छा मात्र से अपने मन को केन्द्रों में संलग्न करने अथवा उनसे हटा लेने में सफल हो गया है, उसीका प्रत्याहार सिद्ध हुआ है । प्रत्याहार का अर्थ है, एक ओर आहरण करना अर्थात्‌ खींचना – मन की बहिर्गति को रोककर, इन्द्रियों की अधीनता से मन को मुक्त करके उसे भीतर की ओर खींचना । इसमें कृतकार्य होने पर हम यथार्थ मुक्ति के मार्ग में बहुत दूर बढ़ गये हैं | इससे पहले हम तो मशीन मात्र हैं।

    જે માણસ પોતાના મનને કેન્દ્રો સાથે ઇચ્છાનુસાર જોડવામાં કે તેમનામાંથી હઠાવી લેવામાં સફળ થયો છે તે પ્રત્યાહારમાં સફળ થયો છે એમ જાણવું. પ્રત્યાહારનો અર્થ થાય છે ‘પાછા વળવું’, મનની બહિર્મુખ શક્તિઓને બહાર જતી અટકાવવી, ઇંદ્રિયોની ગુલામીમાંથી તેને મુક્ત કરવું. જ્યારે આપણે આ કરી શકીશું ત્યારે આપણે સાચા ચારિત્ર્યવાન કહેવાઈશું. કેવળ ત્યારે જ આપણે સાચા સ્વાતંત્ર્ય તરફ લાંબું પગલું લીધું ગણાશે; તે પહેલાં તો આપણે માત્ર જડ યંત્રો છીએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૦)

    যিনি ইচ্ছাক্রমে নিজ মনকে কেন্দ্রগুলিতে সংলগ্ন করিতে অথবা সেগুলি হইতে সরাইয়া লইতে সমর্থ হইয়াছেন, তাঁহারই প্রত্যাহার সিদ্ধ হইয়াছে। প্রত্যাহারের অর্থ ‘একদিকে আহরণ’- মনের বহির্মুখী শক্তি রুদ্ধ করিয়া, ইন্দ্রিয়গণের অধীনতা হইতে উহা মুক্ত করিয়া ভিতর দিকে আহরণ করা। ইহাতে কৃতকার্য হইলে তবেই আমরা ঠিক ঠিক চরিত্রবান্ হইব, তখনই আমরা মুক্তির পথে অনেক দূর অগ্রসর হইয়াছি বুঝিব, ইহার পূর্ব পর্যন্ত আমরা যন্ত্রের মতোই জড় পদার্থ।