(સોનેટ – વસંતતિલકા)

ઉદ્દેશ શું જગતમાં અહીં આવવાનો?
શું પામવાં જનનીનાં પયપાન એવો?
શું લાડ હ્યાં જનકનાં બહુ પામવાનો?

નિર્દોષ એ શિશુવયે બસ ખેલવાનો?
અભ્યાસથી વિવિધ દુન્યવી જ્ઞાનનો શું?

વિદ્યાપીઠે સુલભ પ્રાપ્ત ઉપાધિનો શું?
કે નોકરી નિજતણા વ્યવસાયનો શું?
મિત્રો તથા વિવિધ સંબંધ જોડવા શું?

યા શું જગે જીવનસંગી જ પામવાનો?
સંતાનપ્રાપ્તિ નિજનાં સહુ પાળવાનો?
એને દઈ ભણતરો પરણાવવાનો?
ઘેરાઈને ઘડપણે નિજને રડ્યાનો?

કે પામવાનો પરતત્ત્વ મહાન જેવો?
તે કાજ જે જરૂરનું સઘળું કર્યાનો?

-કવિ કુસુમાયુધ (જયંત જી. ગાંધી)

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.