શ્રીરામકૃષ્ણ
🪔 આતંરાષ્ટ્રીય યોગદિવસ
શ્રીરામકૃષ્ણદેવ અને યોગ
✍🏻 સંકલન
June 2023
(સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં સર્વપ્રથમ યોગનો પ્રચાર કર્યો હતો. જેના પરિણામે [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગુંડા મન્મથનું હૃદય પરિવર્તન
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2023
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં) ઠાકુર એક વાર બાગબજારમાં લીંબુ-બગીચા-સ્થિત યોગેનમાના ઘરે ગયા [...]
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ
✍🏻 સંકલન
March 2023
(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે
✍🏻 શ્રી ‘મ’
March 2023
પહેલાં ઈશ્વરપ્રાપ્તિ અને પછી લોકશિક્ષણ શ્રીરામકૃષ્ણઃ ડૂબકી મારવાથી મગર પકડી શકે, પણ હળદર ચોપડવાથી મગર અડે નહિ. હૃદય-રત્નાકરના અગાધ જળમાં કામાદિ છ મગર છે, પણ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે
✍🏻 સ્વામી સારદાનંદ
February 2023
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા
✍🏻 શ્રી ‘મ’
February 2023
શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો. [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ
✍🏻 શ્રી ‘મ’
January 2023
ઈશ્વરલાભ અને ઈશ્વર-દર્શન એટલે શું? ઉપાય શો? મણિ: જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વર-દર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણઃ વૈષ્ણવો કહે છે [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન
✍🏻 શ્રી ‘મ’
December 2022
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ. માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ? શ્રીરામકૃષ્ણ: ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સહિષ્ણુતા, સંતોષ, કરુણા, અને ઉદારતા
✍🏻 સ્વામી સારદાનંદ
November 2022
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
એક ઈશ્વર, તેનાં અનેક નામ
✍🏻 શ્રી ‘મ’
November 2022
શ્રદ્ધા અને ભક્તિ જોઈએ શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક જણને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે, ‘આ [...]
🪔 દીપોત્સવી
‘શિવજ્ઞાને જીવસેવા’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ”ના આદર્શે પોતાના જીવનનું ગઠન [...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનો. સમયકાળે, પોતાના શરણમાં આવેલ [...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકુરને અતિસ્નેહે [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી
✍🏻 સ્વામી સારદાનંદ
September 2022
(શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. - સં.) ભગવાનની શક્તિવિશેષનો સાક્ષાત્ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ભગવાન બે વાતે હસે...
✍🏻 શ્રી ‘મ’
September 2022
ઈશ્વરને પ્રાપ્ત કરવા સારુ જ પુસ્તક વાંચવાનાં શ્રીરામકૃષ્ણ: એકલી પંડિતાઈમાં કાંઈ નહિ. ઈશ્વરને જાણવા સારુ, તેને પ્રાપ્ત કરવાના ઉપાય સારુ જ પુસ્તક વાંચવાનાં. એક સાધુને [...]
🪔 પાર્ષદ પ્રસંગ
શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
August 2022
શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્ભવ થઈ શકે છે. મેં અજાણ્યે [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ
✍🏻 સેજલબહેન માંડવિયા
August 2022
સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો [...]
🪔 પ્રાસંગિક
મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2022
શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શું અવતારને પણ સાધના કરવી પડે?
✍🏻 સ્વામી સારદાનંદ
August 2022
ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન
✍🏻 શ્રી ‘મ’
August 2022
સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ
✍🏻 સ્વામી સારદાનંદ
July 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ગુરુ કેમ કરીને મળે?
✍🏻 શ્રી ‘મ’
July 2022
ગુરુ કેમ કરીને મળે? પાડોશી: આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે? શ્રીરામકૃષ્ણ: ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન
✍🏻 સ્વામી સારદાનંદ
June 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ઈશ્વર તો છે આપણા પોતાના
✍🏻 શ્રી ‘મ’
June 2022
ઉપાય સાધુસંગ અને પ્રાર્થના ઠાકુર કહે છે: ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય. પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ-ભુલામણીમાં પડી જાય; જેનું આ [...]
🪔 પાર્ષદપ્રસંગ
દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2022
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
કેળવણી અને ઈશ્વરભક્તિ
✍🏻 સ્વામી સારદાનંદ
May 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ઉપાય છે સાધુસંગ અને ઈશ્વરચિંતન
✍🏻 શ્રી ‘મ’
May 2022
શું બધા એક સરખા છે? શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ
✍🏻 સ્વામી સારદાનંદ
April 2022
ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જ્ઞાનભક્તિરૂપી માખણ
✍🏻 શ્રી ‘મ’
April 2022
શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) : સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શિવસ્વરૂપ ગદાધર
✍🏻 સ્વામી સારદાનંદ
March 2022
ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જેનું જગત છે તે જ સમજાવશે
✍🏻 શ્રી ‘મ’
March 2022
માસ્ટર: જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને? શ્રીરામકૃષ્ણ: માટીની શા માટે? ચિન્મય પ્રતિમા. માસ્ટર ‘ચિન્મય [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સાધુસંગ એટલે પરમ શાંતિ
✍🏻 સ્વામી સારદાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય
✍🏻 શ્રી ‘મ’
February 2022
અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ । તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।। ગુરુશિષ્ય - સંવાદ બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને સુમારે. ઠાકુર એ વખતે હજામત [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
નીલ આકાશમાં ધવલ બગલાંની હાર
✍🏻 સ્વામી સારદાનંદ
January 2022
ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
‘પાછા આવજો!’
✍🏻 શ્રી ‘મ’
January 2022
પ્રથમ દર્શન તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્। શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।। (શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય) ગંગાતીરે દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર. વસંતનો [...]
🪔 સંસ્મરણ
શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ
✍🏻 ભારતી ઠાકુર
December 2021
છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ આસપાસનાં ગામડાંમાં ગીર ગાય મળી [...]
🪔 અમૃતવાણી
માયા અહંકાર તરીકે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2021
અહંકાર જીતવો કઠણ ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે [...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
November 2021
चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः। चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः॥ ચંદનના લેપને સૌથી વધુ શીતળ માનવામાં આવ્યો છે, ચંદ્ર તેનાથી પણ વધુ શીતળતા પ્રદાન [...]
🪔 દીપોત્સવી
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
November 2021
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'- હે અર્જુન! ચોક્કસ જાણ કે [...]
🪔 દીપોત્સવી
શોકમાં ડૂબી ન જાવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2021
‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ - જેટલા દિવસ શરીર રહે તેટલા દિવસ રહે.’ ‘અક્ષય મરી [...]
🪔 અમૃતવાણી
માયા અહંકાર તરીકે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2021
અહંકારનાં અનિષ્ટો આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ એનાં કિરણો આડાં વાદળાં આવે ત્યારે એ એમ કરી શકતો નથી. એ જ [...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
October 2021
ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા [...]
🪔 યુવજગત
દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
September 2021
૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ બંગાળના ઉચ્ચ કુટુંબોમાં ઊછરેલા, પાશ્ચાત્ય કેળવણી પામેલા, [...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2021
કાંચન અને સાધક પૈસાને ખાતર સ્વીકારેલી નોકરી માણસનું કેવું અધઃપતન નોતરે છે તે વિશે વાત કરતાં ઠાકુરે એક જુવાન શિષ્ય વિશે કહ્યું, ‘એનો ચહેરો ઝાંખો [...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2021
વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? તીવ્ર વૈરાગ્ય દ્વારા એક વાર પ્રભુને પામ્યા પછી, કામ માટેની આસક્તિ દૂર થઈ જાય છે અને, પછી એ [...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2021
ગતાંકથી આગળ... બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ગિરીશ ઘોષની દૃઢ શ્રદ્ધા હતી કે શ્રીરામકૃષ્ણ રૂપે ઈશ્વર જ અવતર્યા છે. એક વાર તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું ઃ ‘આપનાં [...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2021
વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? એક વાર એક શિષ્યે વાસના પર વિજય કેવી રીતે મેળવવો એ વિશે ઠાકુરને પૂછ્યુંઃ ‘આખો દિવસ હું ધર્મચિંતન [...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2021
(ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે [...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2021
વિષય-વાસના અને આધ્યાત્મિક પ્રગતિ ઈશ્વરને પામવા ઇચ્છનારે કે, ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ, નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે. [...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2021
(ગતાંકથી આગળ...) શ્રીરામકૃષ્ણની વાત્સલ્યભાવે સાધના દાસ્યભાવે શ્રીરામની ઉપાસના કરી તેનાં ઘણાં વર્ષાે પહેલાં શ્રીરામકૃષ્ણે કુળદેવતા રઘુવીરની પૂજા અને સેવા કરવા માટે રામમંત્રની દીક્ષા લીધી હતી [...]