વાચકો લેખક બને

વાચકો લેખક બને

આપનો લેખ અહીં ટાઈપ કરો
આ વેબસાઈટ પરથી જોડણીની ભૂલો સુધારી લેવી

🙏 જય ઠાકુર. સ્વામી વિવેકાનંદ વિશે ચિંતન મનન કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે એમના વિશે લખવું. આપ સહુને સ્વામીજી વિશે લખવાની પ્રેરણા મળે એ માટે અમે આપના લેખો આવકારીએ છીએ. આ સિવાય પણ, શ્રીરામકૃષ્ણદેવ, મા સારદા દેવી, અથવા અન્ય આધ્યાત્મિક વિષયો પર આપ લખી શકો. કોઈ પણ પ્રકારની રાજનૈતિક વાતો આ લેખમાં આવવી ન જોઈએ.

જો આપનો લેખ મૌલિક હશે, સરળ અને ભૂલરહિત હશે, અને સહુને માટે પ્રેરણાદાયી હશે તો અમે આ પેજ ઉપર આપનો લેખ અપલોડ કરીશું. સર્વશ્રેષ્ઠ લેખોને અમે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પણ પ્રકાશિત કરીશું.

વાચકો દ્વારા લિખિત લેખો

 • સ્થૈર્ય ઝંખના : રસેન્દ્ર ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી

  એક બાજુ હૃદય ભક્તિએ ભીંજાયેલ છે, બીજી બાજુ મન, જ્ઞાનથી ઘૂંચવાયેલ છે! 'વ્યામિશ્રેણેવ વાક્યેન' બુદ્ધિ અટવાયેલ છે, વૃત્તિઓના વંટોળે ઇન્દ્રિયો મૂંઝાયેલ છે! અનન્યચિત્ત ભક્તિ હવે કયાંથી થાય? માયા લેપે અહીં સઘળું ખરડાયેલ છે! ઇષ્ટ વ્યાકુળતા વળી ક્યાંથી વર્તાય? સંસાર નાવડું માયાએ ફંગોળાયેલ છે! હવે સ્થિરતા મળે જો કેન્દ્રને વળગીએ, પછી [...]

  Published On: January 19, 2023
 • અધ્યાત્મના નામે અંધશ્રદ્ધા : નીતિન વરિયા : સુરત

  અધ્યાત્મ અને અંધશ્રદ્ધા એ એવા વિષયો રહ્યા છે કે જેનો આપણે કલ્પના પણ ન કરી શકીએ કારણ કે કેટલીય સદીઓ પહેલાંથી અંધશ્રદ્ધાઓ ચાલી આવે છે. તમે જોશો કે ભારતનાં કેટલાક એવા ગામડાં જે છે, ત્યાં હાલમાં પણ લોકો અંધશ્રદ્ધામાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે એ લોકોને વિજ્ઞાન શું છે [...]

  Published On: January 19, 2023
 • ઈષ્ટને આરત : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી

  આપો, આપો તમને મળવાનું બહાનું આપો સંસ્કાર પગથીએ ભેટવાનું બહાનું આપો જ્ઞાનયુક્ત ભક્તિ, ભક્તિયુક્ત કર્મ આપો માયા મ્હાત કરી જીવવાનું બહાનું આપો ચવાયેલ આદર્શો, ઘવાયેલ સંકલ્પો ત્યજી નિત્યનૂતન આદર્શે ઝૂઝવાનું બહાનું આપો બળ આપો સુસઁકલ્પ કરવાનું બળ આપો પછીજ પ્રયત્ન સૌ ફળવાનું બહાનું આપો

  Published On: January 19, 2023
 • આમ જુઓ તો ક્યાં નહીં બ્રહ્મ? : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી

  સ્વપ્રકાશે પ્રકાશિત બ્રહ્મ શાસ્વત પ્રેમે સુરભિત બ્રહ્મ 'સ્વ' પ્રમાણે પ્રમાણિત બ્રહ્મ તત્વમસીથી પ્રતિપાદિત બ્રહ્મ જ્ઞાનતત્વે બહુ ચર્ચિત બ્રહ્મ ભક્તિરસથી ભીંજીત બ્રહ્મ રાજવિદ્યાએ સ્થાપિતબ્રહ્મ કર્મે કુશલે ભૂષિત બ્રહ્મ અત્ર, તત્ર, સર્વત્ર અંકિત બ્રહ્મ જણ જણે અંત:સ્થિત બ્રહ્મ પ્રકૃતિ અંકે પ્રસ્થાપિત બ્રહ્મ આમ જુઓ તો ક્યાં નહીં બ્રહ્મ!

  Published On: January 19, 2023
 • આભાસ : શ્રી હેમંતભાઈ વાળા

  ન હોય છતાં દેખાય, ન હોય તેવું દેખાય, ન હોય છતાં તેના પ્રત્યે પ્રતિભાવ અપાય જાય—તે આભાસને કારણે. દ્રષ્ટા, દૃશ્ય કે દર્શન એ ત્રણેયમાંથી કોઈક ને કોઈકની ત્રુટીને કારણે આભાસ સર્જાય. કાં તો દ્રષ્ટાની માનસિક સ્થિતિ ખોટી માન્યતાઓથી બંધાયેલી હોય અથવા જે તે સમયે તેની મૂલવણી કરવાની  ક્ષમતા ન હોય [...]

  Published On: December 28, 2022
 • જ્ઞાનયુક્ત ભક્તિ કે ભક્તિ ભર્યું જ્ઞાન : રસેન્દ્ર અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી

  અઘરાં અને વિકટ જ્ઞાનપંથ અસફળ રહ્યાં, કૈં કેટલાય સંત! ચર્ચાઓ અગમ્યની, વિતંડાવાદ જ્ઞાનનો આવે ના કદીએ અંત! રજ્જૂ સર્પવત આભાસી અસ્તિત્વ ભમાવે માયા સઘળું દિગદિગંત! આખર શરણ 'ગતિ:ત્વમ ભવાની' વાદવિવાદે ના પમાય ભગવંત!

  Published On: November 13, 2022
 • ભગિની નિવેદિતા : મીરા દેવલ : સુરત

  આપણે બધાંય ભારતમાતાનાં સંતાનો છીએ. પણ જેની હું વાત કરું છું, ભગિની નિવેદિતા, એ ભારતીય ન હતાં. એમનો જન્મ પણ ભારતમાં ન હતો. એ તો દૂર આયર્લેન્ડના ટાપુ ઉપર ડિંગાનન, તા. ટીરોન નામના સ્થળ પર એમનો જન્મ ઇસ. ૧૮૬૭ની ૨૮મી ઓક્ટોબરના થયેલો. ભગિની નિવેદિતાનું મૂળ નામ હતું ‘માર્ગારેટ એલિઝાબેથ નોબલ’. [...]

  Published On: November 12, 2022
 • ઈશકૃપા : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી

  કેટલીક કૃપાઓ એવી મળી છે, કે, લાયકાતથી વધુ આરત ફળી છે. નમીએ જ્યાં, જયારે સંત ચરણે, ગર્વની એકેએક ગાંઠો ગળી છે! શબ્દ અને સંગીત મઢતાં ભજને, લાગણીમાં શુદ્ધ ભક્તિ ભળી છે. પ્રાર્થના, સંતસમાગમ, સત્કર્મ રૂપે, ધન્ય છે આ વ્યાકુળતા મળી છે! નીરખીએ ઈષ્ટને જો સૌમાં આપણે એની કૃપાએ કૈંક ક્ષણો [...]

  Published On: November 11, 2022
 • બેલૂર મઠના સાન્નિધ્યે : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી

  શ્રી રામકૃષ્ણ કહે છે:  સાધના કે ભક્તિ ક્યારે સાધ્ય થાય કે જયારે ઈશ્વર સંનિધિ માટે વ્યાકુળતા અનુભવાય, અને જયારે સ્વભાવે નિર્મળતા, સરળતા, ઋજુતા સહજ બને! આમ વર્તવાનો રોજિંદો અભ્યાસયોગ, મહાવરો બને! અને, ત્યારે સંસ્કાર રૂપે કોશે કોશમાં પ્રાણવાયુની જેમ શીલ, સરળતા પ્રગટે, એટલે કે, આપણું પ્રત્યેક વર્તન સહજ જ સરળતાને [...]

  Published On: November 10, 2022
 • અધ્યાત્મ અને મનોવિજ્ઞાન : નીતિન વરિયા : સુરત

  ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મનો વિશેષ મહિમા છે. દરેક વિદ્વાનોએ અધ્યાત્મ શબ્દને જુદી જુદી રીતે પોતાના દૃષ્ટિકોણથી વિચાર્યો છે. અધ્યાત્મનાં મૂળ તો ભારતમાં જ છુપાયેલાં છે. ભારતનો આધ્યાત્મિક વારસો અજોડ છે. ભારતમાં તમે જુઓ આખી ઋષિ પરંપરા આ અમૂલ્ય વારસા સાથે જોડાયેલી છે. પતંજલિએ આપેલ યોગસૂત્રના અંગો જેવા કે યમ, નિયમ, આસન, [...]

  Published On: November 9, 2022
 • આત્મવિચાર-૧ : ગોંડલિયા છબીલદાસ : કમળાપુર

  अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् । न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥ (નિર્વાણષટ્‌કમ્‌-શ્રીશંકરાચાર્ય) એવું કહેવાય છે કે ભગવાન શંકરાચાર્ય પોતાના ગુરુજી પાસે અભ્યાસ માટે જાય છે, ત્યારે ગુરુજી પૂછે છે કે તું કોણ છે? ત્યારે ઉપરોક્ત શ્લોક શંકરાચાર્ય બોલે છે, જે આત્માના સ્વરૂપ પર પ્રકાશ પાડે [...]

  Published On: November 8, 2022
 • વિવેકચૂડામણિ : જયશ્રીબેન અંજારિયા : રાજકોટ

  સંસ્કૃત ભાષામાં લખાયેલ આદિ શંકરાચાર્ય કૃત ‘વિવેકચૂડામણિ’ ગ્રંથ એ બધા જ વેદોનો સાર છે. શંકરાચાર્યે આ ગ્રંથ દ્વારા અદ્વૈત મતનું સ્થાપન કર્યું છે. અદ્વૈત મત એટલે ‘ઈશ્વર એક જ છે.’ એવો મત. ‘બ્રહ્મ સત્યં જગત્‌ મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપર:’ એટલે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા છે; જીવ અને બ્રહ્મમાં કોઈ [...]

  Published On: November 7, 2022
 • પ્રશ્ન : શ્રી હેમંતભાઈ વાળા

  પ્રશ્નની એક મજા છે. પ્રશ્નો મૂંઝવી નાંખે છે. તે ક્યાંય ચેન ન પડવા દે. સમયાંતરે પાછા સામા આવીને ઊભા રહે. રોજબરોજ નવાં નવાં સર્જાતાં જાય છે. ક્યાંક જવાબો મળે અને ક્યાંક પ્રશ્નો પ્રશ્નો જ રહી જાય છે. જ્યાં જવાબ મળી ગયા એમ લાગે, ત્યાં ક્યારેક જવાબ જ પ્રશ્ન સમાન બનીને [...]

  Published On: November 6, 2022
 • અપવાદ : શ્રી હેમંતભાઈ વાળા

  સ્થાપિતથી અલગ, સ્વાભાવિકથી કંઈક ભિન્ન, હંમેશના કરતાં જુદું, અલગ જ પરિણામની સંભાવનાવાળુ, વહેતા પ્રવાહની બહારની વસ્તુ, નક્કી થયેલા નિયમોને આધિન ન હોય તેવું, સમન્વિત થયેલ બાબતોથી બહારની ઘટના—અપવાદની આવી કંઈક ભૂમિકા છે. તે એક રીતે જોતા વિજાતીય ઘટના છે. એક પછી એક, એમ ક્રમમાં આવતી બાબતોથી વિમુખ થયેલી બાબત છે. [...]

  Published On: November 5, 2022
 • શુભ દિવાળી : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી

  કોડિયે ભક્તિના સિંચણીયા થાશે, ત્યારે, જ્યોત એની પૂગશે આકાશે! મા, ત્હારી કૃપાના ઝળહળ સ્પર્શ્યાં, તો સત્વ ઓજસે સઘળું પ્રકાશશે! કરુણામૂર્તિ ગુણગાને હૈયું હરખાશે, રોમે રોમ ત્યહીં પ્રેમ-હર્ષણ વર્તાશે! વિસરતાં જવાશે જગ કટુ સમ્બન્ધ, પછી, ખોતાં સઘળું, સઘળું પમાશે! દિવાળીએ પ્રગટશે જ્ઞાનદિવડાં પછી, નૂતનવર્ષે સહજ, સુ-સંકલ્પ લેવાશે!

  Published On: October 24, 2022