આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે;
વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે.
શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીના નભ સુધી..
નાભિમાંથી શ્વાસની અંતિમ ગીતિ પ્રગટો હવે.
ચીપિયો ખખડે ને દ્વારો ખટખટે બ્રહ્માંડના..
કે ધખે બ્રહ્માંડ લગ ધૂણી, દ્યુતિ! પ્રગટો હવે.
ચર્મમાંથી મર્મમાં પ્રગટું.. ચરમ સીમા વટું..
હે સકળ અખિલાઈની ગેબી સ્થિતિ! પ્રગટો હવે.
આભમય એકાંતની ગહરાઈમાં બોળું કલમ..
કે અગોચરનો અરથ અથથી ઇતિ પ્રગટો હવે!

– લલિત ત્રિવેદી

(શિવકૃપા, ૧-વૈશાલીનગર, રૈયારોડ, રાજકોટ-૭)

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.