(સ્વામી ગર્ગાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. તેમણે રચેલ આ સ્તવન સ્વામી વિવેકાનંદજી દ્વારા રચિત ‘ૐ હ્રીં ઋતમ્’ સ્તવ પ્રમાણે જ છંદોબદ્ધ થયેલ છે.)

(વસંત તિલકા)

आद्यन्तहीन महिमान्वितविश्वपूज्यः

सृष्ट्यास्तुपालनपरः सकलार्थसारः।

नित्यश्च वेदपुरुषः खलु बुद्धिपारः

श्रेष्ठावतार इह यः स हि रामकृष्णः॥१॥

मर्ते अहो कलियुगे नरजन्म यस्य

मुक्तिश्च भक्तिमतुलां शरणं विधातुम्।

श्रीकल्पवृक्षसदृशो वरदः शुभार्थी

श्रेष्ठावतार इह यः स हि रामकृष्णः॥२॥

श्रीसारदा भगवती भुवि यस्य शक्तिः

यः पार्षदैर्निजजनै परिवेष्टितश्च।

शांतिप्रदं जगति यस्य  ‘कथामृतं’ वै

श्रेष्ठावतार इह यः स हि रामकृष्णः॥३॥

कारुण्यर्यादव्यजलधिस्तरणी भवाब्धौ

लीलामयश्चिरमहो भुवि दीनवन्धुः

श्रेष्ठावतार इह यः स हि रामकृष्णः॥४॥

नमः श्रीरामकृष्णाय नमो भक्तहृदात्मने

शान्ताय योगयुक्ताय सारदापतये नमः॥५॥

ગુજરાતી અનુવાદ

જે આદિ અને અંત-હીન છે, મહિમાવંત છે, વિશ્વ માટે પૂજનીય છે, જગતનું પાલનપોષણ કરે છે, જે સકલ વસ્તુઓના સારતત્ત્વરૂપ છે, સનાતન વેદપુરુષરૂપ છે, જેઓ બુદ્ધિની પેલે પાર છે, તે જ ખરેખર શ્રેષ્ઠાવતારસ્વરૂપ અહીં શ્રીરામકૃષ્ણ છે. ૧

અહા! જેમણે ભક્તોને શરણું, ભક્તિ અને મુક્તિ આપવા માટે કલિયુગમાં આ મર્ત્યલોકમાં માનવરૂપ ધારણ કર્યું છે, તે કલ્પવૃક્ષ સમા વરદાન આપનારા, કલ્યાણ કરવા ઈચ્છતા જે શ્રેષ્ઠ અવતારી છે તે ખરેખર અહીં શ્રીરામકૃષ્ણ છે. ર

આ પૃથ્વી પર ભગવતી સારદા જેમની શક્તિ છે અને જેઓ હંમેશાં પોતાના પાર્ષદોથી ઘેરાયેલા રહે છે, આ જગતમાં જેમનું કથામૃત સાચી શાન્તિ આપે છે, તે શ્રેષ્ઠ અવતારી પુરુષ ખરેખર અહીં શ્રીરામકૃષ્ણ છે. ૩

જેઓ કરુણાના દિવ્ય સાગર સમા છે, જેઓ ભવસાગરને તરવા માટેની નાવસ્વરૂપ છે, જેઓ શરણે આવેલાં દુ:ખીજનોને પ્રેમથી નિહાળીને દુ:ખો દૂર કરે છે, પૃથ્વી પર જે લાંબા કાળે લીલામય બનીને દીનહીનોના બંધુ રૂપે રહ્યા છે, તે શ્રેષ્ઠ અવતારી પુરુષ અહીં ખરેખર શ્રીરામકૃષ્ણ છે. ૪

આવા, ભક્તોના હૃદયસ્વરૂપ, યોગરત, શાન્ત-સૌમ્યમૂર્તિ, શારદાપતિ શ્રીરામકૃષ્ણદેવને નમસ્કાર. ૫

અનુવાદ: કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 81

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.