પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને વંદના

વેરી વિનાનું કોઈ દિલ દેખું તો, મારા હૈયાનું આસન ઢાળું રે.
મુજ આંખોનું અમૃત વહાવી, પાય એના હું પખાળું રે. ૧

એ ચરણોની સેવા કરતાં, મારું જીવન આખુંયે ગાળું રે;
એના તેજે મારો દીપ પેટાવું, મારે અખંડ રહે અજવાળું રે. ૨

સત્‌ના અંજન એની આંખડીએ, નથી સ્વાર્થનું એકેય ઝાળું રે.
દિન દુઃખિયાની વેદના એને, દિલ એવું એ દયાળુ રે. ૩

જીવન, નિર્મલ, શાન્ત, મધુરું – પરમ પ્રભુતા વાળું રે,
એના આત્મનો સંદેશ ઝીલું તો, પારે રામ તણું રખવાળું રે. ૪

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.