ઇશ્વર તારી એક મેં નોંધી સાવ સહેલી એંધાણી,
આ હવા જે ગાતી રહેતી ઝરમર ઝરમર જાણી જાણી.

નામ લખું તો છટકી જા તું, જાપ કરું તો ભાગે,
રીત નથી રે મુજ કને બીજી કશી સહેલી – શાણી.

ક્યાંક વળી હું ધ્યાન ધરી લઉં, ચાંક વળી હું ગાઉં,
ભરી સભાઓ ભીડ મહીંથી ખેંચી લઉં મુજને તાણી

તને ભજું તો ધૂન બની જઉં, મને મળું તો સન્નાટો,
તને શોધવા જઉં હરિ ત્યાં પગલી પગલી અણજાણી.

છતાં હશે શું એવું અહીંયાં, છતાં કહેને કોણ હશે,
આગળ આગળ થઉં મને રે ખેંચે તારી એંધાણી

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.