(પ્રો. દેવાશિષ ચેટર્જી વિશ્વમાં મોબાઈલ બિઝનેસ ક્લાસ લેનારા નિષ્ણાત અધ્યાપક છે. એમના પુસ્તક ‘લાઈટ ધ ફાયર ઈન યોર હાર્ટ’માંની એક વાર્તાનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

એક મચ્છરભાઈએ હાથીભાઈને પુલ ઓળંગતા જોયા. મચ્છરભાઈએ સવારીની માગણી કરી. તેણે કહ્યું: ‘હાથીભાઈ, તમે આ પુલ ઓળંગો છો ત્યારે હું તમારી પીઠ પર બેસી જાઉં અને તમને થોડોક સંગાથ આપું તો એમાં તમને કંઈ વાંધો છે?’ હાથીએ નકારમાં માથું હલાવીને કહ્યું: ‘ના.’ મચ્છરભાઈ તો હાથીભાઈની પીઠ પર થયા સવાર. એમને તો અભિમાન આવી ગયું અને તેઓ એક સહસાથીની જેમ એમને સલાહ આપવા માંડ્યા. જેવા તેઓ પુલ ઓળંગી રહ્યા હતા કે મચ્છરભાઈ બરાડી ઊઠ્યા : ‘અરે હાથી ભાઈ! જુઓ છો ને આપણે બેઉ છીએ ભારેખમ શરીરવાળા! જો જો પુલ ઓળંગતાં ક્યાંક પુલ ન પડી જાય!’ હાથીભાઈ તો કંઈ બોલ્યા નહિ. થોડીવારમાં તેઓ પુલ પરથી પસાર થઈ ગયા. એટલે મચ્છરભાઈએ કહ્યું: ‘જોયું ને હાથીભાઈ! સહિસલામત પુલ ઓળંગવા મેં તમને કેવું માર્ગદર્શન આપ્યું!’ આ સાંભળીને હાથીભાઈ કંઈ ન બોલ્યા. અંતે મચ્છરભાઈ હાથીભાઈને પીઠ પરથી ઊડીને નીચે આવ્યા અને ગણગણતાં કહ્યું: ‘આ રહ્યું મારું બિઝનેસકાર્ડ! ભવિષ્યમાં તમને મારી જરૂર પડે તો તમારે મારો સંપર્ક આ સેલ ફોન પર કરવો.’ હાથીભાઈએ તો આ બધું આજુબાજુમાં ક્યાંક ઝીણી વાત થતી હોય એવું સાંભળ્યું. પરંતુ એણે દિવાસ્વપ્નની જેમ આ વાતનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો અને પોતાના રસ્તે આગળ ચાલવા માંડ્યા. 

સાર : હાથી એટલે આપણા જીવનનો પ્રચંડ વહેતો પ્રવાહ; અને મચ્છર એટલે આપણો અધીર અહં કે જે જીવનનાં ધ્યાન-ધ્યેયને ચૂસીને આબાદ થાય છે. જેટલા પ્રમાણમાં આપણે અહં રૂપી મચ્છરને અવગણીએ તેટલા પ્રમાણમાં આપણો અહં દૂર થાય.

Total Views: 33

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.