(સાનફ્રાન્સિસ્કોમાં, ૨૬ માર્ચ, ૧૯૦૦ના રોજ આપેલા વાર્તાલાપની મિ. ફ્રેંક ર્હોડહેમલની નોંધો, ન્યૂ ડિસ્કવરિઝ. વૉ. ૬: ૧૦)

પહેલો મુદ્દો આસનનો છે. કરોડરજ્જુને સાવ મુક્ત રાખીને બેસો. વજન બધું નિતંબ પર આવવું જોઈએ. બીજો મુદ્દો છે શ્વાસોચ્છ્વાસનો. ડાબે નસકોરેથી શ્વાસ લેવો અને જમણેથી બહાર કાઢવો. ફેફસાંમાં પૂરો શ્વાસ ભરો અને બધી હવાને બહાર કાઢો. બધી અશુદ્ધ હવા ફેફસાંમાંથી કાઢો. ઊંડા અને પૂરા શ્વાસ લો. પછી આવે છે શરીર જ્યોતિર્મય છે તેમ વિચારવાનું, જાણે પ્રકાશથી ભરપૂર. પછી મૂલાધાર (the base of the spine) માં ચિત્ત એકાગ્ર કરવું, તે બહારથી નહીં પણ અંદરથી. (1.426)

Total Views: 270
૮. એકાગ્રતા
૧૦. પ્રાણાયામ