વિવેકાનંદ ઈન ઇંડિયન ન્યૂઝ પેપર્સ, પૃ. ૭૩.
(ધ ઇંડિયન મિરર, જૂન ૨૯, ૧૮૯૫)
સને ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૨૬મીએ શિકાગોમાં બૌદ્ધોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદે આપેલું પ્રવચન મેકનીલીના ‘હિસ્ટરી ઑફ ધ પાર્લામેન્ટ ઑફ રિલીજન્સ’નામના પુસ્તકની આવૃત્તિમાં પ્રકાશિત થયેલું છે. એનું સમાપન નીચેના શબ્દોમાં કરવામાં આવ્યું હતુંઃ
“તમારા વિના અમે કે અમારા વિના તમે રહી શકો એમ નથી. તો સમજી લો કે આ અલગતાએ સમજાવ્યું છે કે બ્રાહ્મણના (sic) મસ્તક અને દર્શન વિના તમે અને તમારા હૃદય વિના અમે જીવી શકીએ એમ નથી. બૌદ્ધ અને બ્રાહ્મણની અલગતાને કારણે જ હિંદનું પતન થયું છે. આ કારણે જ ૧૦૦૦ વર્ષોથી ભારત વિજેતાઓનું દાસ બન્યું છે. તો ચાલો આપણે બ્રાહ્મણની અદ્ભુત બુદ્ધિનું મહાગુરુ (બુદ્ધ)ના હૃદય, ઉદાત્ત આત્મા અને અદ્ભુત કરુણા સાથે સંયોજન કરીએ.” (1.517)
Total Views: 237

