વિવેકાનંદ ઇન ઇંડિયન ન્યૂઝ પેપર્સ, પૃ. ૩૦.

(ધ ઇંડિયન મિરર, જુલાઈ ૨૦, ૧૮૯૪)

વેદોના કેન્દ્રવર્તી વિચારને સ્વામી વિવેકાનંદે અમેરિકામાં નીચે પ્રમાણે સમજાવ્યો હતોઃ

“મારે નમ્રપણે કહેવું જોઈએ કે એકેશ્વરવાદમાં પ્રકૃતિથી પર વ્યક્ત બ્રહ્મના સ્વીકારમાં બૌદ્ધિક વિકાસની પરાકાષ્ઠા રહેલી છે તેમ માનનારાઓથી હું જુદો પડું છું. હું માનું છું કે અજ્ઞાતને ઓળખવાના આરંભના પ્રયાસો એ છે જે માનવરૂપધારક પ્રકારના છે, જેની પર માનવચિત્ત અથડાતું જઈ ચડે છે. માનવબુદ્ધિ અને રિવાજનો અંતિમ પરિતોષ જે સર્વ છે તે વૈશ્વિક તત્ત્વના સાક્ષાત્કારમાં છે અને આ વિચાર વેદોમાં છે તેનો પુરાવો મારી પાસે છે અને એ સંખ્યાબંધ દેવો અને સ્તુતિઓના હોવા છતાંયે. નિરાકાર સર્વ, સત્નો, એટલે કે અસ (esse) અથવા અસ્તિત્વનો, આત્માનો અને બ્રહ્મનો વિચાર ઉપનિષદોમાં છે અને દર્શનોમાં તે વધારે સમજાવવામાં આવ્યો છે, તે વેદોનો જ કેન્દ્રવર્તી વિચાર છે એમ નહીં પણ તે સમગ્ર હિંદુ ધર્મનો બીજરૂપ વિચાર છે.” (મૂળ સ્રોત જણાયો નથી.)

Total Views: 134
૧૧. સત્ય વસ્તુ અને છાયા
૨. ભારતીય સાધુ