(જુઓ ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૧: ૩૪૮. ફેબ્રુ. ૧૮, ૧૮૯૪ના રોજ ‘વોટ વિવેકાનંદ હેઝ ટોટ અસ’, એ વિષય ઉપર રેબાઈ ગ્રોસમેને આપેલા ઉપદેશનો એક ખંડ – ડિટ્રોઈટ ટ્રિબ્યૂનમાં ફેબ્રુઆરી ૧૯, ૧૮૯૪ના રોજ પ્રકાશિત થયેલ)
સ્વામી વિવે કાનંદે રેબાઈ ગ્રોસમેનને તાજગી બક્ષી છે.
“તમારા ઈસુને હું સ્વીકારું છું”, એમ કાનંદે ગયા શનિવારની સાંજે કહ્યું હતું. (ફેબ્રુઆરી ૧૭)
“હું એમનો મારા હૃદયમાં સ્વીકાર કરું છું તે સર્વ દેશકાળના સર્વ મહાન અને મંગલકારી પુરુષોનો કરું છું તેમ. પણ તમે મારા કૃષ્ણને એ રીતે લેશો? ના—તમે નહીં કરી શકો, તમારામાં હિંમત નથી—તે છતાં તમે સંસ્કારી છો અને હું જંગલી છું”…
Total Views: 121

