(મહાસંમેલનના મહત્ત્વ વિશે દરેક પ્રતિનિધિ પાસેથી પ્રતિભાવોની વિનંતી, ‘ન્યૂયોર્ક વર્લ્ડે’ તા. ૧ ઓક્ટોબર ૧૮૯૩ ના રોજ કરી. સ્વામીજીએ એક ઉદ્ધરણ ગીતામાંથી અને બીજું વ્યાસમાંથી આપીને જવાબ વાળ્યોઃ)
‘દરેક ધર્મમાંનો ‘તે’ ‘હું છું’-જેમ દોરો મોતીની માળામાં અનુસ્યૂત છે, તેવી રીતે ‘હું રહેલો છું’, ‘દરેક સંપ્રદાયમાં ધર્મમાં પવિત્ર, પૂર્ણ અને નિર્મળ માનવો જોવા મળે છે, એટલા માટે તે દરેકે દરેક એક જ સત્ય તરફ દોરી જાય છે—કારણ કે ઝેરમાંથી તો અમૃત કેવી રીતે નીકળી શકે? (1.509)
Total Views: 230

