ગુરુજી! તમે કંઠી બાંધો તો એવી બાંધો
કે જાય છૂટી ગાંઠેલી વાસનાની દોરડી;

ગુરુજી! તમે માળા આપો તો એવી આપો
કે ફેરવતાં ફરતું મન થિર થાય ઘડી.

તુલસીના પાનમાં આપો તીખાશ મને,
માયાની લૈ લો મીઠાશ;

મંતર આપીને મને મૂગો કરો, ને
બાંધો બંસીને સૂર મારા શ્વાસ;

ગુરુજી! તમે દીવો દિયો તો દિયો એવો
કે વાટને મોગરો વળે કે ન મેશ,

ગુરુજી! તમે તિલક છાપો તો એવું છાપો
કે ભાલમાં પગલી પ્રભુની હમેશ!

-જયન્ત પાઠક

Total Views: 167

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.