(ગીત)

(૧)

ચિત્ત બન્યું, પ્રભુ વ્યાકુળ મારું,

ઉરનો ભાર હું ક્યાંજ ઊતારું?

કોમળ ફૂલ સમ હૈયું મારું,

વિરહ સહી બન્યું આળું!

ધન્ય, મધુર, કારુણ્યની ગાથા, કોને શ્રવણ ઉચ્ચારું?

ચિત્ત બન્યું, પ્રભુ વ્યાકુળ મારું!

(૨)

દૂર રહ્યાં સુન્દર તવ નેત્રો!

દૂર વસ્યા તારા આશ્લેષો!

દૂર રહી મૃદુ પગપાની ત્યાં,

ઉરનો અળતો ક્યાં જ ઉતારું?

ચિત્ત બન્યું, પ્રભુ વ્યાકુળ મારું!

(૩)

વ્યર્થ બધા આ નવ રસ છંદો!

વ્યર્થ બધા પૃથ્વીના ગંધો!

ગુંજે ક્યાં જઈને સ્વરભ્રમરો,

દૂર હજુ, દૂર હજુ, પદપંકજ ચારુ!

– ચિત્ત બન્યું, પ્રભુ વ્યાકુળ મારું!

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.