સ્વર્ગગંગા સેંથો મા ત્હારો, માનસસ૨ શિ૨મણિ રૂપાળો,
ભાલત્રિવલ્લિવિમલ હિમહારો જય જય મા મારી!

ઝૂલે જાહ્‌નવી સિંધુ કાને, રેવા મહાનદી કટિસ્થાને;
કાવેરી તોડા ઠેકાણે;
જય જય.

રામેશ્વર એડીએ ચળકેઃ પુરી દ્વારકા કાશી ઝળકે
મા, ત્હારી વાળીની ઠળકે:
જય જય.

સપ્તશૂલ પંજાબ એક ક૨: પરશૂ અરવલ્લી બીજે કરઃ
તેગ લટકતી સહ્યાદ્રિ કટિ પરઃ
જય જય.

રામ સૌમ્ય તુજ દૃગ પલકારો, બુદ્ધ ઉદધિઉરનો ધબકારો,
ગુરુ ગોવિંદ પ્રકોપ ફૂંફાડો :
જય જય.

ભક્તિગાનધુનિ માને વ્હાલી, એ સ્વરબ્રહ્મ વિશે લે તાળી,
કબીરાદિ તુજ સંતપ્રણાલી :
જય જય.

દિવ્યચક્ષુ જ્યારે મા ખોલે જ્ઞાનસમાધિ પ્રકાશ જ ઢોળે :
વ્યાસ પતંજલિ શંકર બોલે :
જય જય.

શું શું મા તુજ સ્તવું વખાણી? યુગ યુગ રાજરતનની ખાણી :
અશોક, અકબર, વિજયા રાણી :
જય જય

સ્વતંત્રતા, સાત્વિકતા સંગે, મોખમ નમુઃ અડગતા જંગે,
હોજો બલ તુજ ન્યાય પ્રસંગે :
જય જય.

વિશ્વોદ્વારક ત્રિકાલયામી, માગું વર ફરી ફરી પ્રણામી,
ભાવિ દિયોજી ભૂતથી નામી!
જય જય.

– બળવંતરાય ઠાકોર

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.