સર્વશાસ્ત્રોનું તાત્પર્ય પરોક્ષ રીતે કે પ્રત્યેક્ષ રીતે પરમાત્મં જ હોય એટલે અહીં શાસ્ત્રોનો પ્રસ્થાનભેદ આપવાનો ઉદ્દેશ છે. દાખલા તરીકે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદો છે. શિક્ષા, વ્યાકરણ, વિરુક્ત, છન્દ, જ્યોતિષ અને કલ્પ એમ છ વેદાંગો છે. પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્ર એમ ચાર ઉપાંગો છે. અહીં ઉપપુરાણોનો અંતર્ભાવ પુરાણોમાં થઈ જાય છે. ન્યાયમાં વૈશેષિક શાસ્ત્રનો, મીમાંસામાં વેદાન્તશાસ્ત્રનો અને મહાભારત, રામાયણ, સાંખ્ય, પાતંજલ યોગ, પાશુપત મત, અને વૈષ્ણવ મન વગેરેનો સમાવેશ ધર્મશાસ્ત્રમાં થઈ જાય છે. આમ, બધી મળીને કુલ ચૌદ વિદ્યાઓ છે. યાજ્ઞવલ્કયે પણ તે પ્રમાણે જ કહ્યું છે : ‘પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર અંગો સહિત વેદો વિદ્યાનાં અને ધર્મનાં ચૌદ સ્થાનો છે.’ આ ચૌદ વિદ્યાઓ સાથે ચાર ઉપવેદો લઈએ એટલે કુલ અઢાર વિદ્યાઓ થાય છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને અર્થશાસ્ત્ર એમ ચાર ઉપવેદો છે. સર્વ આસ્તિકોનાં આટલાં જ શાસ્ત્ર પ્રસ્થાનો છે. બીજાં પણ કેટલાંક એકદેશી પ્રસ્થાનોનો પણ આમાં સમાવેશ થઈ જાય છે.

પૂર્વપક્ષ :- નાસ્તિકોનાં પણ બીજાં પ્રસ્થાનો છે તેનો આમાં સમાવેશ ન થતો હોવાને કારણે એમની ગણતરી જુદી કરવી ઉચિત છે. દાખલા તરીકે, શૂન્યવાદથી એક પ્રસ્થાનો માધ્યમિકોનું, ક્ષણિક વિજ્ઞાન માત્રવાદથી બીજું યોગાચારોનું, જ્ઞાનના આકારથી અનુમેય ક્ષણિક બ્રાહ્યાર્થવાદથી ત્રીજું સૌત્રાન્તિકોનું અને પ્રત્યક્ષ સલક્ષણ ક્ષણિક બાહ્યાર્થવાદથી ચોથું વૈભાષિકોનું. આમ, બૌદ્ધોનાં ચાર પ્રસ્થાનો છે. તેમજ દેહાત્મવાદથી એક પ્રસ્થાન ચાર્વાકોનું છે. એવી રીતે દેહથી અતિરિક્ત દેહપરિણામવાદથી બીજું પ્રસ્થાન જૈનોનું છે. આમ, બધાં મળીને નાસ્તિકોનાં છ પ્રસ્થાનો છે. તો તે બધાં કેમ ગણાવતાં નથી? આ રીતે પૂર્વપક્ષે રજૂ કરેલી બાબતનો સિદ્ધાંતી એ પ્રમાણે જવાબ આપે છે કે તમે કહો છો તે બરાબર છે; પણ એ બધાં પ્રસ્થાનો, મ્લેચ્છાદિ પ્રસ્થાનોની જેમ, વેદબાહ્ય હોઈને અને પરંપરાએ પણ પુરુષાર્થમાં ઉપયોગી નહિ હોઈને, એ બધાંની ઉપેક્ષા કરવામાં આવેલ છે, અને અહીં, સાક્ષાત્ કે પરંપરાએ, પુરુષાર્થને ઉપયોગી એવાં વેદનાં ઉપકરણનો જ (પ્રસ્થાનોનો) ભેદ દર્શાવેલ છે. તેથી પ્રસ્થાનો ઓછાં છે એવી શંકાએ અવકાશ નથી.

હવે, આ પ્રસ્થાનો ના સ્વરવભેદમાં હેતુ અને પ્રયોજનવિદ, ન જાણતાં હોવ એવા શિશુઓમાં જ્ઞાન માટે સંક્ષેપમાં જણાવીએ છીએ. તેમાં, ધર્મપ્રતિપાદક અને બ્રહ્મપ્રતિપાદક અપૌરુષેય પ્રમાણવાક્ય એટલે વેદ. એ વેદ મંત્રાત્મક છે અને બ્રાહ્મણાત્મક છે (मंत्रब्राह्मणात्मको वेद) તેમાં મંત્રો અનુષ્ઠાનકારક ભૂત, દ્રવ્ય અને દેવતા પર પ્રકાશ ફેંકનાર છે. તે પણ ‘ॠच्‌’, ‘यजुस्‌’ અને ‘सामन्‌’ એવા ભેદથી ત્રણ પ્રકારનો છે. (‘ॠच्‌’, ‘यजुस्‌’ अने ‘सामन्‌’). તેમાં ચરણબદ્ધ અને ગાયત્રી વગેરે છંદોથી વિશિષ્ટ ઋચાઓ છે :

હું પુરોહિત અગ્નિનું યજન કરૂં છું વગેરે વગેરે (અગ્નિમીડે પુરોહિતમ્) એ જ ઋચાઓ ગીતિવિશિષ્ટ હોય ત્યારે ‘સામ’ કહેવાય છે. ‘ઋચા’ અને ‘સામ’ એ બન્નેથી વિલક્ષણ મંત્રોને (यजुस्‌) ‘યજુસ’ કહે છે. (અગ્નીદગ્નીન્વિહર) વગેરે સંબોધનરૂપ પ્રાર્થનામંત્રોનો પણ યજુસ (यजुस्‌)માં અંતર્ભાવ થઈ જાય છે. તો મંત્રોનું આ રીતે નિરૂપણ થયું.

‘બ્રાહ્મણ’ પણ ત્રણ પ્રકારના છે; (૧) વિધિરૂપ બ્રાહ્મણ, (૨) અર્થવાદરૂપ બ્રાહ્મણ અને (૩) એ બન્નેથી ભિન્ન (વિલક્ષણ) એવા બ્રાહ્મણ (અહીં ‘બ્રાહ્મણ’ એટલે બ્રાહ્મણગ્રંથો). તેમાં શબ્દભાવના એ વિધિ છે એમ ભાટ્ટો (કુમારિલ ભટ્ટના અનુયાયીઓ) માને છે. નિયોગએ વિધિ છે એમ પ્રભાકર ભટ્ટના અનુયાયીઓ માને છે. ઈષ્ટનું સાધનરૂપ હોવું તે વિધિ છે એમ તાર્કિક વગેરે માને છે. ‘વિધિ’ પણ ચાર પ્રકારનો છે : (૧) ઉત્પત્તિવિધિ (૨) અધિકારવિધિ, (૩) વિનિયોગ વિધિ અને (૪) પ્રયોગવિધિ એવો ભેદે કરીને. તેમાં, કર્મના સ્વરૂપનું જ માત્ર બોધન હોય તોે એ વિધિને ઉત્પત્તિવિધિ કહે છે (અગ્નિયોગડષ્ટકપાલો ભર્વાત) વગેરે વગેરે.

આ પ્રમાણે કરવું એ જણાવતો, સાધનનો યાત્રાદિનો ફળ સાથે સંબંધ દર્શાવતો, વિધિ એ ‘અધિકાર’ વિધિ છે. ‘દર્શ’ અને ‘પૂર્ણમાસ’થી સ્વર્ગની કામનાવાળા યજમાને યજન કરવું વગેરે વગેરે. ‘અંગ’ના સંવેદનો જણાવતા વિધિ એ ‘વિનિયોગ’ વિધિ છે. (વ્રીહિમિ:યજેત, સમિધા યજતિ) વગેરે વગેરે.

‘અંગો’ સહિત પ્રધાનકર્મ પ્રયોગની એક્તાનું જ્ઞાન, પૂર્વોક્તિ ત્રણ ‘વિધિ’ઓના સમૂહરૂપને પ્રયોગવિધિ કહે છે. પ્રયોગવિધિ ‘શ્રૌત’ છે એમ કેટલાક કહે છે, ‘કલ્પ્ય’ છે એમ બીજા કહે છે. કર્મસ્વરૂપ બે પ્રકારનું છે : (૧) ગુણકર્મ અને (૨) અર્થકર્મ. તેમાં યજ્ઞકર્મના કારકોનો આશ્રય લઈને કરેલ કર્મ ‘ગુણકર્મ’ કહેવાય છે. ગુણકર્મ પણ (તે પણ તદિપ) ‘ઉત્પત્તિ’, ‘આપ્તિ’, ‘વિકૃતિ’ અને ‘સંસ્કૃતિ’ એવા ભેદે કરીને ચાર પ્રકારનું છે વસંત ઋતુમાં બ્રાહ્મણે અગ્નિની સ્થાપના કરવી જોઈએ (વસન્તે બ્રાહ્મણોડગ્નીન્ આદધીત), (યૂપં તક્ષતિ) સ્તંભ તૈયાર કરે છે વગેરેમાં ‘આધાન’ ‘તક્ષણાદિ’થી સંસ્કાર વિશેષવાળા વિશિષ્ટ અગ્નિની અને યૂપની ઉત્પન્તિ થાય છે. (‘સ્વાધ્યાયોડધ્યેયતવ્ય:’, ગાં પયો દોગ્ધિ’) ‘સ્વાધ્યાયનું અધ્યયન કરવું’ અને ‘ગાયનું દૂધ દોહે છે’ વગેરે દ્વારા ‘અધ્યયન  દોહનાદિ દ્વારા અસ્તિત્વમાં રહેલ સ્વાધ્યાય અને ‘પય’ ચાહિતી પ્રાપ્તિ થાય છે. (સોમં અભિષુણોતિ’, ‘વ્રીહીન અવહન્તિ’, ‘આજયં વિલભયતિ’ વગેરેમાં ‘અભિષવ’,‘અવધાત’ અને ‘વિલાપન’થી સોમ વગેરેનો વિકાર થાય છે. (‘વ્રીહીન્  પ્રોક્ષતિ, ‘પત્ની અવેક્ષતે’) વગેરેમાં ‘પ્રોક્ષણ’ અને ‘અપેક્ષણ’ વગેરે દ્વારા દ્રવ્યોને સંસ્કાર કરવામાં આવે છે. આ ચારેય ‘અંગ’ જ છે. તેવી રીતે યજ્ઞકારકોનો આશ્રય લઈને કરાયેલા કર્મને ‘અર્થકર્મ’ કહે છે; અને તે બે પ્રકારનું છે અંગ અર્થકર્મ અન પ્રધાન અર્થકર્મ. બીજાને માટે હોય તે અંગકર્મ, અને બીજાને માટે નહિ પણ પોતાને માટે જ હોય તે પ્રધાન અર્થકર્મ. ‘અંગ’ પણ બે પ્રકારનું છે : (૧) સાન્નિપત્યોપકારક અને (૨) આરાદપકારક. તેમાં, પ્રધાન સ્વરૂપનું નિર્વાહક એ પ્રથમ છે, અને ફલોપકારી એ બીજું (દ્વિતીય) છે. આ રીતે સંપૂર્ણ અંગોથી સંયુક્ત વિધિ એ ‘પ્રકૃતિ’ છે. વિકલાંગ સંયુક્ત વિધિને ‘વિકૃતિ’ કહે છે. તે બન્નેથી જુદી (=વિલક્ષણ) એવી વિધિ ‘દર્વિહોમ’ છે. આ પ્રમાણે બીજા વિષે પણ તર્ક કરવો. તો આ પ્રમાણે વિધિભાગનું નિરૂપણ થયું. પ્રશસ્તિ, નિન્દા અને એ સિવાયના અન્ય લક્ષણવાળા વિધિશેષરૂપ વાક્યને ‘અર્થવાદ’ કહેલ છે. ‘અર્થવાદ’ના ત્રણ પ્રકાર છે :- (૧) ગુણવાદ, (૨) અનુનાદ અને (૩) ભૂતાર્થવાદ. તેમાં, અન્ય પ્રમાણથી વિરૂદ્ધ અર્થનું જ્ઞાન આપે તે ગુણવાદ (‘આદિત્ય: યૂપ:’) સૂર્ય એ યૂપ = સ્તંભ અથવા ખીલો છે વગેરે વગેરે. અન્ય પ્રમાણથી પ્રાપ્ત થતા અર્થબોધને જણાવનાર ‘અનુવાદ’ કહેવાય છે. (‘અગ્નિર્હિમસ્ય ભેષજમ્) અગ્નિ એ શીતનું ઔષધ છે વગેરે વગેરે. અન્ય પ્રમાણના વિરોધવાળા, વિરોધ પ્રાપ્તિ રહિત અર્થનું અવબોધન કરાવનારને ‘ભૂતાર્થવાદ’ કહેવામાં આવે છે. ‘ઇન્દ્રો વૃત્રાય વજ્મ્ ઉદયચ્છત્’ ઇન્દ્રે વૃત્ર માટે વજ્ ઉપાડ્યું વગેરે વગેરે. આ પ્રમાણે કહેવાયું પણ છે. વિરોધમાં ‘ગુણવાદ’ થાય, નિશ્ચિતાર્થમાં ‘અનુવાદ’ થાય, અને તેની હાનિથી (તેનો ત્યાગ કરવાથી) ‘ભૂતાર્થવાદ’ થાય. આમ, ‘અર્થવાદ’ ત્રણ પ્રકારનો મનાયેલ છે. તેમાં ત્રણેય અર્થવાદો, વિધિ સ્તુતિ પરત્વે સમાપ્ત થતા હોવા છતાં ભૂતાર્થવાદોનું પોતાનું અર્થમાં પ્રામાણ્ય હોય છે પ્રમાણભૂત છે. બધા જ વિધિઓને અંત:કરણ શુદ્ધિ દ્વારા પોતાની શેષતાને ઉત્પન્ન બનાવનાર અયવેશેષાદિના અભાવને લીધે ‘અર્થવાદ’ પણ નથી. તેથી વેદવાક્ય ઉભયવિલક્ષણ છે; અને તે ક્યારેક અજ્ઞાતનું જ્ઞાન હોવાને દાવે જ ‘વિધિ’ છે એવો વ્યપદેશ કરવામાં આવે છે (વિધાન:) વિધિપદ વિરહિત પ્રમાણવાક્ય હોવાને લીધે ક્યારેક ‘ભૂતાર્થવાદ’ એવો વ્યવહાર કરવામાં આવે છે, તો તેમાં કશો દોષ નથી. તો, આ પ્રમાણે ત્રણ પ્રકારના ‘બ્રાહ્મણનું – બ્રાહ્મણગ્રન્થોનું નિરુપણ થયું; અને આ રીતે કર્મકાંડાત્મક અને બ્રહ્મકાંડત્મક વેદ એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના હેતુરૂપ છે. અને તે પ્રયોગક્રમથી યજ્ઞ કરવા માટેના ત્રણ પ્રયોગથી ઋક્, યજુસ્ અને સામન્‌થી ભિન્ન છે. તેમાં, ઋગ્વેદથી હૌત્ર પ્રયોગ, યજુર્વેદથી આધ્વર્થવ પ્રયોગ અને સામવેદથી આદ્વાત્ર પ્રયોગ નિષ્પન્ન થાય છે. બ્રહ્મપ્રયોગ અને યજમાન પ્રયોગોનો તો આમાં જ અંતર્ભાવ થઈ જાય છે. યજ્ઞને માટે અનુપયુક્ત એવો અથર્વવેદ તો શાંતિ, પૌષ્ટિક એવા અભિચારાદિ કર્મનો પ્રતિપાદક હોવાને કારણે અત્યંત વિલક્ષણ છે. આમ, પ્રવચન ભેદને લીધે પ્રત્યેક વેદની ભિન્ન ભિન્ન અને અનેક શાખાઓ છે. અને આ રીતે કર્મકાંડમાં વ્યાપારભેદ હોવા છતાં, સર્વવેદ શાખાઓની બ્રહ્મકાંડમાં એકરૂપતા છે. આમ, ચાર વેદોનો ભેટ પ્રયોજન ભેદથી જણાવેલ છે.

હવે, ‘અંગો’ વિષે જણાવીશું. તેમાં ‘શિક્ષા’નું પ્રયોજન ‘ઉદાત્ત’, ‘અનુદાયી’ અને ‘સ્વરિત’ તથા ‘હસ્વ’, ‘દીર્ઘ’ અને ‘પ્લુતા દિ’ વિશિષ્ટ સ્વરાત્મક અને વ્યંજનાત્મક વર્ણોનું ઉચ્ચારણ વિશેષનું જ્ઞાન આપવાનું છે. તેના અભાવમાં મંત્રો અનર્થક વહી જાય છે. તેમજ જણાવેલ છે કે : 

‘મન્ત્રો હીનઃ સ્વરતો વર્ણતો વા મિથ્યા પ્રયુક્તો

ન તમર્થમાહ ।
સ વાગ્વજો યજમાનં હિનસ્તિ
યથેન્દ્રશત્રુ: સ્વરતોડપરાધાત્ ॥’

સ્વરથી કે વર્ણથી મિથ્યાપ્રયુક્ત થયેલ મંત્ર તે અર્થ આપતો નથી (જે અર્થ મંત્રનો હોય છે તે) તે વાણીરૂપી વજ, યજમાનને હાનિ કરે છે; જેવી રીતે સ્વરના અપરાધ (દોષ)થી ઇન્દ્ર શત્રુ. તેમાં, હવે સર્વ વેદ સાધારણ ‘શિક્ષા’ વિશે જણાવું છું વગેરે વગેરે ‘પંચ ખંડાત્મિકા’ પાણિનિએ પ્રકાશિત કરેલ છે. પ્રત્યેક વેદશાસ્ત્રની ભિન્નરૂપે બીજા મુનિઓએ પણ ‘પ્રાતિશાખ્ય’ સંજ્ઞારૂપે પ્રદર્શિત કરેલ છે.

આ રીતે વૈદિક પદનું સાચું જ્ઞાન, તર્ક વગેરે (ઉહાદિકમ્) ‘વ્યાકરણ’નું પ્રયોજન છે; અને તે (વૃદ્ધિરાદૈચ્ચ) ‘અ’ પછી એ કે ઓ આવે તો ‘વૃદ્ધિ થાય છે વગેરે વગેરે આઠ અધ્યાયોમાં ભગવાન શ્રી મહેશ્વરના પ્રસાદથી પાણિનિએ પ્રકાશિત કરેલ છે. તેમાં, પાણિનિનાં સૂત્રો પર કાત્યાયન મુનિએ ‘વાર્તિક’ રચેલું છે, અને તે ‘વાર્તિક’ ઉપર પાતંજલિએ ‘મહાભાષ્ય’ રચ્યું છે. તે આ ‘વ્યાકરણ’ નામના ત્રણ મુનિએ રચેલ ‘વેદાંગ’ને માહેશ્વરનું કહેવામાં આવ્યું છે. પણ કુમારો માટે રચાયેલ વ્યાકરણોએ ‘વેદાંગો નથી; પરંતુ લૌકિક પ્રયોગમાત્રના અર્થનું જ્ઞાન કરાવતાં ઉપકરણો છે એમ સમજવું. આ રીતે ‘શિક્ષા’ અને ‘વ્યાકરણ’ દ્વારા વર્ણના ઉચ્ચારણ પરત્વેનું બરાબર જ્ઞાન થઈ જાય ત્યારે વૈદિક મંત્રોનાં પદોનાં અર્થજ્ઞાનની આકાંક્ષા ઊભી થતાં, તે માટે ભગવાન યાસ્ક મુનિએ (‘સમામ્નાય: સમામ્નાત:’) વેદનું આમ્નાય તરીકે નિરુપણ થયું તેના પર વ્યાખ્યાન થવું જોઈએ વગેરે વગેરે એમ દર્શાવતું તેર અધ્યાય વાળું (ત્રયોદશ) ‘નિરુક્ત’ રચેલ છે. અને તેમાં ‘નામ’, ‘આખ્યાત’, ‘નિપાત’ અને ‘ઉપસર્ગ’ એ એવા ભેદે કરીને, ચાર પ્રકારના પદસમૂહનું નિરુપણ કરીને વૈદિક મંત્રોનાં પદોનો અર્થ પ્રકાશિત કરેલ છે. મંત્રો અનુષ્ઠેય અર્થના જ્ઞાન દ્વારા જ કારણરૂપ (સાધનરૂપી) અને પદોના અર્થના જ્ઞાન ઉપર આધારિત છે. (જ્ઞાનાધીનમ્); અને વાક્યના અર્થનું જ્ઞાન મંત્રમાં રહેલાં પદના અર્થના જ્ઞાન માટે ‘નિરુક્ત’ની અપેક્ષા અવશ્ય રહે છે જ. નહિતર અનુષ્ઠાન થઈ શકતું નથી (સંભવિત નથી) ‘સૃણ્યેવ જર્મરી તુર્ફરી તુ’ વગેરે મુશ્કેલ પદોનો અન્ય પ્રકારે અર્થજ્ઞાનનો સંભવ હોતો નથી. આમ, ‘નિઘંટુ’ઓનો પણ વૈદિક દ્રવ્યાત્મક તથા દેવતાત્મક પદાર્થના પર્યાયશબ્દો રૂપે ‘નિરુક્ત’માં સમાવેશ થયેલો જ છે. (અન્તભૂતા:), તેમાં પણ ‘નિઘંટુ’ નામક પાંચ અધ્યાયનો ગ્રંથ ભગવાન યાસ્કે જ લખેલ છે.

આમ, ઋગ્વેદના મંત્રોનો પાદબદ્ધ છંદોવિશેષ વિશિષ્ટ હોઈને અને તેના અજ્ઞાનમાં નિન્દાશ્રવણી, છંદોવિશેષ વિશિષ્ટ અનુષ્ઠાન વિશેષનું વિધાન થયું હોવાથી, છંદોવિશેષ વિશિષ્ટ અનુષ્ઠાન વિશેષનું વિધાન થયું હોવાથી છંદોનાં જ્ઞાનની આકાંક્ષા ઊભી થતાં, તેના ઉપર પ્રકાશ ફેંકવા માટે (ધી: શ્રી:, સ્ત્રીમ્ ઈત્યાદિ) આઠ અધ્યાયવાળું છંદો ઉપરનું વિવરણ ભગવાન પિંગલે રચેલું છે. તેમાં અલૌકિક (તથાપિ અલૌકિકમ્) ઈત્યાદિ ત્રણ અધ્યાયમાં ‘ગાયત્રી’ ‘ઉષ્ણિગ્‌’, ‘અનુષ્ટભ્‌’, ‘બૃહતી’, ‘પંક્તિ’, ‘ત્રિષ્ટુભ્’ ‘જગતી’ એવા સાત છંદોનું તેના અવાન્તર ભેદો સહિત નિરુપણ કરેલું છે. (‘અથ લૌકિકમ્’) હવે ‘લૌકિક’ એમ આરંભ કરીને પાંચ અધ્યાયથી પુરાણ, ઈતિહાસ વગેરેમાં ઉપયોગી એવા લૌકિક છંદો પ્રસંગોપાત, વ્યાકરણમાં જેમ લૌકિક પદનું નિરુપણ હોય છે. તેમ, નિરુપેલા છે.

આ પ્રમાણે વૈદિક કર્માંગ ‘દર્શાદિ’ના કાલજ્ઞાનને માટે જ્યોતિષ ભગવાન આદિત્યે તથા બહુ પ્રકારનું જ્યોતિષ ગર્ગાદિ મુનિઓએ રચેલું છે જ.

શાખાન્તરીય ગુણોના ઉપસંહારથી, વૈદિક અનુષ્ઠાનના ક્રમ અંગેના વિશેષ જ્ઞાન માટે ‘કલ્પસૂત્રો’ છે. તે ત્રણ પ્રકારના પ્રયોગ ભેદને લીધે ત્રણ પ્રકારના છે. તેમાં હૌત્ર પ્રયોગનું પ્રતિપાદન કરનારાં ‘કલ્પસૂત્રો’ આશ્વાલયન અને શાંખાયન વગેરેએ રચેલાં છે; આધ્વવર્ય પ્રયોગનું પ્રતિપાદન કરનારાં ‘કલ્પસૂત્ર’ બોધાયન, આપસ્તમ્બ અને કાત્યાયન વગેરેએ રચેલાં છે; અને ઔદ્વાત્ર પ્રયોગનું પ્રતિપાદન કરનારાં ‘કલ્પસૂત્રો’ લાહ્યાયન અને દ્રાહ્યયણ વગેરેએ રચેલાં છે. આ રીતે, છ ‘અંગો’નું પ્રયોજનભેદનું નિરુપણ થયું ચાર ‘ઉપાંગો’નું નિરુપણ હવે કરીશું.

તેમાં, સર્વ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર અને અનુચરિતોનું પ્રતિપાદન કરનારાં પુરાણો ભગવાન બાદરાયણે રચ્યાં છે. અને તે બ્રાહ્મ, પાદ્મ, વૈષ્ણવ, શૈવ, ભાગવત, નારદીય, માર્કન્ડેય, આગ્નેય, ભવિષ્ય, બ્રહ્મવૈવર્ત, લૈંગ, વારાહ, સ્કાન્દ, વામન, કૌર્મ્ય, માત્સ્ય, ગારુડ અને બ્રહ્માંડ એમ અઢાર પુરાણો છે.

‘હે વેદવિદોમાં શ્રેષ્ઠ વિપ્રો (મુનિઓ) સનત્કુમાર વિરચિત ‘આદિપુરાણ છે. બીજું મરસિંહ’, ત્રીજું ‘નાન્દ’, ચોથું ‘શિવધર્મ’, પાંચમું ‘દૈવસિ’, છઠું ‘નારદીય’, સાતમું ‘કાપિલ’ આઠમું ‘માજવ્ય’, નવમું ‘ઔશેનસ્’, દશમું ‘બ્રહ્માંડ’, અગિયારમું ‘દારુણ’, બારમું ‘કાલી પુરાણ’ અને ‘વસિષ્ઠ’, તેરમું ‘વાસિષ્ઠ લૈંગ’ અને ‘માહેશ્વર’, ચૌદમું ‘સામ્બ’ અને પછી મહાઅદ્‌ભુત ‘સૌર’, પંદરમું, સોળમું ‘પારાશર’, સત્તરમું ‘મારચી’ અને અઢારમું ‘ભલવિ’ એમ અઢાર ઉપપુરાણો સમજવાં. આ ઉપપુરાણો સર્વ પ્રકારના ધર્મ અને અર્થનું પ્રતિપાદન કરનારાં છે. (આમ, ઉપપુરાણો પણ અનેક પ્રકારનાં સમજવાં).

ન્યાય અને પાંચ અધ્યાયવાળી આન્વીક્ષિકી ગૌતમ મુનિએ રચેલ છે. ન્યાય પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન નામના સોળ પદાર્થોનાં ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષા વડે તેનું તત્ત્વજ્ઞાન આપવું એ તેવું (આન્વીક્ષિકાનું) પ્રયોજન છે. આ પ્રમાણે દશ અધ્યાયવાળું વૈશેષિક શાસ્ત્ર કણાદ મુનિએ રચ્યું છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય રૂપે છે. પદાર્થો અને સાતમા ‘અભાવ’ને સાધમર્ય અને વૈદર્મ્ય દ્વારા સમજાવવાનું તાત્પર્ય વૈશેષિક શાસ્ત્રનું છે. આને પણ ‘ન્યાય’ પદથી જ જણાવેલ છે.

આ રીતે, મીમાંસાના પણ બે પ્રકાર છે : (૧) કર્મમીમાંસા અને (૨) શારીરિક મીમાંસા ‘અથાતો ધર્મજિજ્ઞાસા’થી આરંભ થતી અને ‘અન્વાહાર્યેચ દર્શનાત્’ થી સમાપ્ત થતી કર્મમીમાંસા ભગવાન જૈમિનિએ લખેલ છે. તેમાં, ધર્મપ્રમાણ, ધર્મભેદ અને ધર્મ-અભેદ, શેષ, શેષિભાવ, ક્રત્વર્થ અને પુરુષાર્થ એવા ભેદથી વિશેષપ્રયોગ, શ્રુવ્યર્થપઠનાદિથી ક્રમભેદ, અધિકાર વિરોધ, સામાન્યાતિ દેશ, ઊહ, બાધ, તંત્ર અને પ્રસંગ એવા ક્રમે બાર અધ્યાયોના અર્થ છે (બાર અધ્યાયોનું પ્રયોજન છે, જ્ઞાન આપવાનું તાત્પર્ય છે. તેમજ, ચાર અધ્યાયવાળું ‘સંકર્ષણકાંડ’ પણ જૈમિનિ મુનિનું જ રચેલું છે. અને તે ‘દેવતાકાંડ’ સંજ્ઞાથી પ્રસિદ્ધ હોવા છતાં, ઉપાસના નામના કર્મનું પ્રતિપાદન કરતું હોવાથી ‘કર્મમીમાંસા’ અંતર્ગત જ છે.

તેવી જ રીતે ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’થી આરંભ થતી અને ‘શબ્દાત્ અનાવૃત્તિ:’થી સમાપ્ત થતી, જીવ બ્રહ્મના એકત્વના સાક્ષાત્કારના હેતુરૂપ, અને શ્રવણાખ્ય વિચારનું પ્રતિપાદન કરતા ન્યાયોને દર્શાવતી, ચાર અધ્યાયવાળી શારીરિક મીમાંસા ભગવાન બાદરાયણે રચેલી છે. તેમાં સકલ વેદાન્ત વાક્યોનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જીવથી અભિન્ન, અદ્વિતીય, બ્રહ્મનું પ્રતિપાદન કરવાનું જ તાત્પર્ય છે (પ્રતિપાદન કરવામાં જ તાત્પર્ય છે.) એવો સમન્વય પ્રથમ અધ્યાયથી દર્શાવેલ છે. તેમાં, પ્રથમ પાદમાં અસ્પષ્ટ બ્રહ્મલિંગો ઉપાસ્ય બ્રહ્મવિષયક છે. ત્રીજા પાદમાં, સામાન્ય રીતે, અસ્પષ્ટ બ્રહ્મલિંગો અજ્ઞેય બ્રહ્મ વિષયક છે. આમ, ત્રણ પાદમાં વાક્ય (વેદાન્ત વાક્યોનો) વિચાર સમાપ્ત કરેલ છે. ચોથા પાદમાં તો ‘પ્રધાન’ વિષયક સંદેહવાળાં ‘અવ્યક્ત’, ‘અંજાર’ પદોનું ચિંતન થયેલું છે. આમ, વેદાન્ત વાક્યોમાં અદ્વિતીય બ્રહ્મનાવિષયમાં સમન્વય સિદ્ધ થતાં, તેમાં સંભવિત ‘સ્મૃતિ’ ‘તર્કાદિન’ વિરોધ વિષે શંકા ઉઠાવીને તેનો શંકાનો પરિહાર કરાયો છે. એટલે ‘અવિરોધ’ એ બીજા અધ્યાયમાં દર્શાવેલ છે. તેમાં, પ્રથમ પાદમાં સાંખ્ય, યોગ, કાણાદિસ્મૃતિઓ દ્વારા સાંખ્ય વગેરેએ પ્રયોજેલ તર્કોથી જ વેદાન્તના સમન્વયનો વિરોધ દૂર કરવામાં આવેલ છે. બીજા પાદમાં સાંખ્યાદિમતો દૂષિત છે એવું સ્વપક્ષ સ્થાપન અને પરપક્ષ નિરાકરણ દ્વારા બન્ને પાદોમાં વિચારની એકતા જ (એકરૂપતા જ) ત્રીજા પાદમાં મહાભૂત, સૃષ્ટિ આદિ શ્રુતિઓનો પરસ્પર વિરોધ પૂર્વભાગથી દૂર કરેલ છે અને ઉત્તર ભાગમાં તો જીવવિષયક (પરસ્પર વિરોધ) દૂર કરેલ છે. ચોથા પાદમાં ઈન્દ્રિયો વિષયો અંગેની શ્રુતિઓનો વિરોધ દૂર કરાયો છે. ત્રીજા અધ્યાયમાં સાધનોનું. નિરુપણ થયું છે. તેમાં, પહેલા પાદમાં જીવના પરલોકગમન અને આગમનના નિરુપણ દ્વારા વૈરાગ્યનું નિરુપણ થયું છે. બીજા પાદમાં પૂર્વભાગમાં ‘ત્વં’ પદાર્થ અને ઉત્તર ભાગમાં ‘તત્’ પદાર્થનું શોધન કરેલ છે. (સમજૂતિ). ત્રીજા પાદમાં નિર્ગુણ બ્રહ્મની બાબતમાં (બારામાં) વિવિધ શાખાઓનાં પ્રસ્તુત થયેલાં પુનરુક્ત પદોનો ઉપસંહાર કરેલ છે; અને પ્રસંગોપાત સગુણ અને નિર્ગુણ વિદ્યાઓમાં અન્ય અન્ય શાખાઓના ગુણોના ઉપસંહાર અને અનુપસંહારનું નિરુપણ કરેલું છે. ચોથા પાદમાં નિર્ગુણ બ્રહ્મવિદ્યાના આશ્રમ, યજ્ઞાદિ બહિરંગના સાધનોનું, શમદમાદિનું અને શ્રવણ, નિદિધ્યાસન વગેરેનું નિરુપણ છે. ચોથા અધ્યાયમાં સગુણ અને નિર્ગુણ વિદ્યાઓના ફલવિશેષનો નિર્ણય કરેલ છે. તેમાં, પહેલાં પાદમાં શ્રવણ વગેરેની આવૃત્તિથી નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થતાં, જીવતાં જ પાપ-પુણ્યના લેખના અભાવે ‘જીવન્મુક્તિ’ દર્શાવેલી છે. બીજા પાદમાં મરનાર જીવના ઉત્ક્રાંતિ પ્રકારનો વિચાર થયેલો છે. ત્રીજા પાદમાં સગુણ બ્રહ્મને જાણનાર, મૃત્યુ પામેલ જીવાત્માનો ‘ઉત્તર માર્ગ’ કહ્યો છે. ચોથા પાદમાં પૂર્વ ભાગથી નિર્ગુણ બ્રહ્મને જાણનાર માટેની ‘વિદેહકૈવલ્પ પ્રાપ્તિ’ દર્શાવેલ છે. ઉત્તર ભાગમાં સગુણ બ્રહ્માવદ્‌ની બ્રહ્મલોકસ્થિતિ વિષે જણાવેલ છે. આ વેદાન્તશાસ્ત્ર એ સર્વશાસ્ત્રોમાં મૂર્ધન્ય છે. અન્ય બધાં શાસ્ત્રો આ શાસ્ત્રના જ શ્રી શંકર ભગવત્પાદે જણાવેલ પ્રકારથી મુમુક્ષુજનોએ આ શાસ્ત્રનો આદર કરેલો છે એ એનું રહસ્ય છે.

આ રીતે, મનુ, યાજ્ઞવકલ્ય, વિષ્ણુ, યમ, અંગિરસ, વસિષ્ઠ, દક્ષ, સંવર્ત, સાતાતમ, પરાશર, ગૌતમ, શંખ, લિખિત, હારીત, આપસ્તમ્બ, ઉશનસ્, વ્યાસ, કાત્યાયન, બૃહસ્પતિ, દેવલ, નારદ, પૈઠીનસિ વગેરેએ વર્ણધર્મો, આશ્રયધર્મો અને ધર્મ વિશેષનું વિભાગવાર પ્રતિપાદન કરતાં ધર્મશાસ્ત્રો રચ્યાં છે.

આ રીતે, વ્યાસે રચેલા મહાભારત અને વાલ્મીકિએ રચેલા રામાયણનો ધર્મશાસ્ત્રમાં જ અંતર્ભાન થાય છે. છતાં એ બન્ને ઈતિહાસ રૂપે પ્રસિદ્ધ છે. સાંખ્યાદિનો ધર્મશાસ્ત્રમાં સમાવેશ થતો હોવા છતાં અહીં ‘સ્વ’ શબ્દના નિર્દેશ દ્વારા જુદી જ સંગતિ આપી છે.

હવે ચાર વેદના ક્રમવાર ચાર ઉપવેદો છે. તેમાં, આયુર્વેદનાં આઠ સ્થાનો છે (પ્રકરણો) : (૧) સૂત્ર, (૨) શારીર, (૩) ઐન્દ્રિય, (૪) ચિકિત્સા, (૫) નિદાન, (૬) વિમાન, (૭) વિકલ્પ અને (૮) સિદ્ધિ એવા ભેદે કરીને. બ્રહ્મ પ્રજાપતિ, અશ્વિનૌ, ધન્વન્તરિ, ઈન્દ્ર, ભરદ્વાજ, આત્રેય, અગ્નિવેશ્ય વગેરેએ ઉપદેશેલ આયુર્વેદનો ચરકે સંક્ષેપ કરેલ છે. તેમાં જ સુક્ષુને પંચસ્થાનાત્મક અન્ય પ્રસ્થાન રચ્યું છે. અમ, વાગ્ભટાદિએ બહુપ્રકારે વિસ્તાર કરેલો છે, પણ એ શાસ્ત્રભેદ નથી. કામશાસ્ત્ર પણ આયુર્વેદની અંદર આવી જાય છે. તેમાં જ સુશ્રુને ‘વાજીકરણ’ નામે કામશાસ્ત્ર નિરુપેલ છે. તેમાં વાત્સ્યાયને પાંચ અધ્યાયવાળું ‘કામશાસ્ત્ર’ રચેલું છે; અને તેનું પ્રયોજન પણ વિષયોમાંથી વિરકિત જ છે. શાસ્ત્રો એ પ્રકાશિત કરેલ માર્ગે પણ વિષયભોગમાં કેવળ દુ:ખ જ રહેલું છે. ચિકિત્સાશાસ્ત્રનું રોગ, તેનું (સાધન) કારણ, રોગ નિવૃત્તિ અને તેના સાધનનું જ્ઞાન એ જ પ્રયોજન છે.

આ રીતે, ચાર પાદવાળો ધનુર્વેદ વિશ્વામિત્રે રચેલ છે. તેમાં, પ્રથમપાદ એ દીક્ષાપાદ છે, બીજો સંગ્રહ પાદ, ત્રીજો સિદ્ધિપાદ છે, અને ચોથો પ્રયોગ પાદ છે. તેમાં, પ્રથમ પાદમાં ધનુષ્યનાં લક્ષણો અને એના અધિકારીનું નિરુપણ છે. અહીં, ‘ધનુષ્ય’ શબ્દ ‘ચાપ’માં રુઢ હોવા છતાં ધનુષ્ય પ્રકારનાં આયુધો માટે પણ વપરાયેલછે. તે યામ પ્રકારનું છે : (૧) મુક્ત, (૨) અમુક્ત, (૩) મુક્તા મુક્ત અને (૪) યંત્રમુક્તિ. ‘ચક્રાદિ મુક્ત’ પ્રકાર છે. ખડ્ગ વગેરે ‘અમુક્ત’ પ્રકાર છે. ‘શલ્ય’ અને એના અવાન્તરભેદો ‘મુક્તામુક્ત’ પ્રકાર છે; અને ‘શગાદિ’ એ યંત્રમુક્ત પ્રકાર છે. તેમાં, ‘મુક્ત’ને અસ્ત્ર કહે છે અને ‘અમુક્ત’ને શસ્ત્ર કહે છે. તે પણ બ્રાહ્મ, વૈષ્ણવ, પાશુપત, પ્રાજાપત્ય અને આગ્નેયાદિ ભેદે કરીને અનેક પ્રકારનાં છે. આયુધોમાં જેમનો અધિકાર છે તે ક્ષત્રિય કુમારો, અને તેના અનુયાયીઓ. તે બધા પદાતિ, રથ, ગજ અને તુરગારુઢ ચાર પ્રકારના છે. દીક્ષા, અભિષેક, શકુન, મંગલ કરણાદિક સઘળું જ પ્રથમ પાદમાં નિરુપતિ થયું છે. સર્વશસ્ત્રવિષયો અને આચાર્યતા લક્ષણપૂર્વક સંગ્રહણ પ્રકાર બીજા પાદમાં દર્શાવેલ છે. ગુરુસંપ્રદાયના સિદ્ધોના શસ્ત્રવિશેષોનો ફરી ફરી અભ્યાસ, અને મંત્ર તથા દેવતા સિદ્ધિકરણ ત્રીજા પાદમાં નિરુપિત થયેલું છે. આમ, દેવતાનાં અર્ચન એને અભ્યાસ વગેરેથી સિદ્ધોના શસ્ત્રવિશેષોનો પ્રયોગ ચોથા પાદમાં નિરુપણ પામેલ છે. ક્ષત્રિયોનું સ્વધર્માચરણ યુદ્ધ, દુષ્ટોને દંડ અને ચોર વગેરેથી પ્રજાનું રક્ષણ એ ધનુર્વેદનું પ્રયોજન છે. અને આમ, બ્રહ્મપ્રાજાપત્યાદિ ક્રમે વિશ્વામિત્ર એ ધનુર્વેદશાસ્ત્રના પ્રણેતા છે.

આ રીતે, ગાંધર્વવેદના રચયિતા (પ્રણેતા) ભગવાન ભરત છે. ગીત, વાદ્ય અને નૃત્ત એવા ભેદે કરીને તેનું પ્રયોજન બહુ પ્રકારનું છે. દેવતાઓનું આરાધન અને નિર્વિકલ્પક સમાધિ વગેરે ગાંધર્વ વેદનું પ્રયોજન છે.

આ આ રીતે, અર્થશાસ્ત્ર પણ નીતિશાસ્ત્ર, અશ્વશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, સૂપકારશાસ્ત્ર અને ચોસઠ કલાનું શાસ્ત્ર એમ બહુપ્રકારનું છે. એ બધું વિવિધ મુનિઓએ રચેલું છે; અને આ બધાંનો લૌકિક જેમ પ્રયોજનભેદ જોવા જોઈએ. આ પ્રમાણે અઢાર વિદ્યાઓનો ઉલ્લેખ ‘ત્રયી’ શબ્દથી થયેલો છે; નહિતર ન્યૂનતાનો પ્રસંગ ઊભો થાય.

તે રીતે સાંખ્યશાસ્ત્રના પ્રણેતા ભગવાન કપિલ છે અને હવે વિવિધ દુ:ખની આત્યન્તિક નિવૃત્તિ એ અત્યન્ત પુરુષાર્થ છે વગેરે એમ જણાવતું એ શાસ્ત્ર છે અધ્યાયનુન છે. તેમાં, પહેલા અધ્યાયમાં વિષયોનું નિરુપણ કરેલું છે. બીજા અધ્યાયમાં ‘પ્રધાન’ (પ્રકૃતિ) નાં કાર્યો જણાવાયાં છે. ત્રીજા અધ્યાયમાં વિષયોમાંથી વિરતિ દર્શાવેલ છે. ચોથા અધ્યાયમાં વિરક્ત (વૈરાગ્યવંતાં) પિંગલા અને કુરવ વગેરેની કથાઓ છે. પાંચમા અધ્યાયમાં પરપક્ષનિર્ણય, અને છઠ્ઠા અધ્યાયમાં સર્વ અર્થનો સંક્ષેપ છે. પ્રકૃતિ-પુરુષ વિવેકજ્ઞાન એ સાંખ્યશાસ્ત્રનું પ્રયોજન છે.

તે પ્રમાણે, ચાર પાદવાળું ‘અથ યોગાનુશાસનમ્’ થી શરૂ થતું યોગશાસ્ત્ર ભગવાન પતંજલિએ રચેલ છે. તેમાં પ્રથમ પાદમાં ચિત્તવૃત્તિ નિરોધાત્મક યોગ અને સમાધિ, અભ્યાસ અને વૈરાગ્યરૂપ તેનાં સાધનોનું નિરુપણ કર્યું છે. બીજા પાદમાં ‘વિક્ષિપ્તચિત્ત’ની પણ સમાધિસિદ્ધિ માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગોનું નિરુપણ છે. ત્રીજા પાદમાં યોગીની વિભૂતિઓ (સિદ્ધિઓ) પ્રસ્તુત છે; અને ચોથા પાદમાં કૈવલ્ય વિષે જ્ઞાન છે, અને તે વિજાતીય પ્રત્યયનિરોધ દ્વારા નિદિધ્યાસનની સિદ્ધિ એ યેતાશાસ્ત્રનું પ્રયોજન છે.

તેવી જ રીતે, પશુપતિપતનું પ્રતિપાદન કરતું પાશુપતશાસ્ત્ર (પશુ એટલે જીવને પાશમાંથી એટલે કે બંધનમાંથી મુક્તિ આપવાવાળું શાસ્ત્ર) પશુપતિએ રચેલું છે. અને તે ‘હવે અમે પાશુપતયોગવિધિ વિષે વ્યાખ્યાન કરીશું’ એમ જણાવતું પાંચ અધ્યાયનું છે. તેમાં, ‘સંકર્ષણ’ સંજ્ઞક જીવ ઉત્પન્ન થાય છે. ‘પ્રદ્યુમ્ન’ નામક મન તેમાંથી ઉત્પન્ન થાય છે અને તેનાથી ‘અનિરુદ્ધ’ નામક અહંકાર ઉત્પન્ન થાય છે. આ બધાં ભગવાન વાસુદેવના અંશરૂપ છે અને તેનાથી અભિન્ન જ છે. એટલે જીવ, ભગવાન વાસુદેવનું, મન, વાણી તથા કાયાના વ્યવહારોથી આરાધન કરીને કૃતકૃત્ય (ધન્ય) બને છે. વગેરે જણાવેલ છે.

તો આ પ્રમાણે પ્રસ્થાનભેદ દર્શાવેલ છે. સર્વ પ્રસ્થાનોનો સંક્ષેપમાં ત્રણ પ્રકારનો જ પ્રસ્થાનભેદ છે. તેમાં, ‘આરંભવાદ’ એક, ‘પરિણામવાદ’ બે ‘વિવર્તવાદ’ ત્રણ એમ પ્રસ્થાનભેદ કુલ ત્રણ પ્રકારનો જ છે. પૃથ્વીનાં પરમાણ્કઓ, જલીય પરમાણુઓ તેજસનાં પરમાણુઓ અને વાયુનાં પરમાણુઓ એમ ચાર પ્રકારનાં પરમાણુઓ દ્વયણુકાદિ ક્રમે બ્રહ્માંડ સુધી જગતનું નિર્માણ કરે છે. કાર્ય અસત્ છે અને કારક ના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. આ પહેલો ભેદ છે. તાર્કિકોનો અને મીમાંસકોનો. સત્ત્વ, રજસ્ અને તમસ્ ગુણવાળું ‘પ્રધાન’ પણ ‘મહદ’ અહંકારાદિ ક્રમે જગદાકારે પરિણામ પામે છે. કાર્ય પહેલાં પણ સૂક્ષ્મ રૂપે ‘સત્’ જ હતું; પરંતુ કારણના વ્યાપારથી એ ‘સત્’ કાર્ય કાર્ય અભિવ્યક્તિ પામે છે (પ્રગટ થાય છે). આ બીજો ભેદ છે. આ ‘પરિણામવાદ’ છે સાંખ્યયોગ પાતંજલ અને પશુપતિના અનુયાયીઓનો. જગત્  એ બ્રહ્મનું પરિણામ છે એવો વાદ છે વૈષ્ણવોનો. સ્વપ્રકાશ પરમાણંદરૂપ અદ્વિતીય બ્રહ્મ પોતાની માયાને વશમાં રાખીને મિથ્યા જ જગદાકારે કલ્પાય છે. એ ત્રીજો પક્ષ છે બ્રહ્મચારીઓનો. સર્વ પ્રસ્થાનોના રચયિતા મુનિઓનું વિવર્તવાદમાં પર્યવસાન દ્વારા અદ્વિતીય પરમેશ્વરનું પ્રતિપાદન કરવાનું તાત્પર્ય છે. તે મુનિઓ ભ્રાન્ત નથી, કેમ કે તેઓનો સર્વજ્ઞ છે. પરંતુ, બાહ્ય વિષયોમાં અભિમુખ વ્યક્તિઓનો એકદમ ‘પુરુષાર્થ’માં પ્રવેશ સંભવતો નથી; એટલે નાસ્તિ કથના નિવારણ માટે તેઓએ પ્રકારભેદી બનાવ્યા છે. તેમાં તેમનું તાત્પર્ય જાણ્યા વિના વેદવિરુદ્ધ એવા અર્થમાં તાત્પર્યની ઉત્પ્રેક્ષા કરતા જનો તે જ મન ઉપાદેય (સ્વીકાર્ય) છે એમ સમજીને ભિન્ન ભિન્ન માર્ગગામી બને છે. એટલે બધું જ નિર્દોષ છે, કશું જ નિંદનીય નથી.

– અનુવાદક : પ્રો. શ્રી જયંતભાઈ રાવળ

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.