મુંબઈની ઉપનગરીય રેલવે સૌથી વધુ જટિલ અને સૌથી વધુ યાત્રીઓને લઈ જનારી વ્યવસ્થા છે. અહીં વસતીની ઘનતા ઘણી મોટી છે. ૩૧૯ કીમી માર્ગના વિસ્તારમાં આ પ્રણાલી ફેલાયેલી છે. વિદ્યુતથી ચાલતી દરેક ટ્રેનમાં નવ થી બાર ડબ્બાની સુવિધા છે. આવા ૧૯૧ રેક ૭૦ લાખ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના તેમજ નિમ્નવર્ગના યાત્રીઓને મુંબઈનાં દૂરસુદૂરનાં પરામાં તેમજ મુંબઈની આજુબાજુ વસેલા દાણુ, કર્જત, કસારા, કલ્યાણ, ઉરણ જેવા વિસ્તારોમાં લાવે છે અને પહોંચાડે છે. ૫૫૦ નવી રેલ ગાડીઓને લીધે રેલ ગાડીની સંખ્યામાં દરરોજની ૨૫% વૃદ્ધિ થઈ છે. ઝડપી ગતિએ ચાલનારી ગાડીઓમાં ૧૨ ડબ્બા હોય છે અને ધીમી ગતિએ ચાલનારી ગાડીઓમાંથી ૨૦% ૧૨ ડબ્બાવાળી અને બાકીની ૯ ડબ્બાવાળી હોય છે. એને લીધે દૈનિક વાહન કીમીમાં ૩૩% વૃદ્ધિ થશે. રેલવે લાઈની સંખ્યામાં ક્રમશ: વધારો કરીને વધુ ને વધુ સંખ્યામાં ગાડી દોડાવવાના પ્રયાસો થશે.

દાણુ રોડથી માંડીને ચર્ચ ગેઈટ, કર્જત-કસારા-કલ્યાણથી માંડીને છત્રપતિ શિવાજી ટર્મીનલ, ઉરણ અને પનવેલથી માંડીને શિવાજી ટર્મીનલ સુધીની સક્ષમ સુરક્ષિત અને ટકાઉ રેલવે પ્રણાલીનો એક વૈશ્વિક બુનિયાદી ઢાંચો વિકસિત કરવામાં આવશે. આ સંસ્થાની રચના ૧૨ જુલાઈ, ૧૯૯૯ના રોજ થઈ હતી. એમાં મહારાષ્ટ્ર સરકાર અને ભારતીય રેલવે તરફથી બજેટમાં જોગવાઈ થઈ છે.

ગ્લોબલ વોર્મિંગને રોકવા અને ઊર્જાની બચત કરવામાં કરેલું મહત્ત્વનું પ્રદાન :

આશરે સીતેર લાખ જેટલા યાત્રિકો પરાની રેલવેમાં દરરોજ યાત્રા કરે છે. રેલવેમાં ઈ.એમ.યુ. પ્રકારની હવાની અવરજવર થાય તેવી સુવિધા કરવાને લીધે કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ લગભગ અડધું થયું છે. એટલું જ નહિ, સુધરેલી બ્રેક અને અન્ય સુધારેલાં સાધનોનો ઉપયોગ કરીને ૩૦% જેટલી ઊર્જાનો બચાવ આ સંસ્થા દ્વારા થયો છે. અત્યારના ૯૪ ડેસીબલ્સ અવાજ પ્રદૂષણમાં પણ ૨૪ ડેસીબલ્સ જેટલો ઘટાડો કર્યો છે. વધારાની રેલવે લાઈન નાખવા માટે આ સંસ્થા દ્વારા ૩૫૦૦ વૃક્ષને દૂર કરાયાં હતાં. એની જગ્યાએ ૧૩૫૦૦ નવાં વૃક્ષ વાવવામાં આવ્યાં હતાં. આમાંથી ૮૦% વૃક્ષો ટકી રહેશે.

મુંબઈને ત્રણ ફેસવાળી નવી પ્રૌદ્યોગિકી તેમજ રિ-જનરેટિવ બ્રેકિંગ પ્રણાલીવાળા ૧૫૭ નવા ઈ.એમ.યુ. રેક મળવાના છે. આને લીધે પ્રતિવર્ષ ૨૦ કરોડ યુનિટ ઊર્જાની બચત થશે. ઊર્જા યંત્રમાં એક યુનિટ વિજળીના ઉત્પાદન દરમિયાન એક કીલો કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે. આ પરિયોજનાને પરિણામે કાર્બન ડાયોક્સાઈનું ઉત્સર્જન ૨૦ લાખ ટન જેટલું ઓછું થશે.

આ સંસ્થા દ્વારા ૨૦૦૪માં રેલવેની જમીન પર દહિંસર પૂર્વમાં ૮૫૦૦ મેંગ્રોવ વૃક્ષ અને માનખૂર્દ તથા વાસીની વચ્ચે ૫૦૦૦ નાનાં છોડ વાવવામાં આવ્યાં છે. આવા કુલ ૧૩૫૦૦ રોપાં વાવવામાં આવ્યાં છે.

પુનર્વસનકાર્ય

મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન દ્વારા રેલવેની આસપાસ ૧૬૦૦૦ ઝૂંપડપટ્ટીમાં રહેનારાં કુટુંબીઓને સુવિધાવાળા ફલેટ્‌સ પૂરા પાડીને સામાજિક ઉત્થાનનું એક ભગીરથ કાર્ય કર્યું છે.

એમ.યુ.ટી.પી.ના પ્રથમ ચરણમાં પરિયોજનાને કારણે પ્રભાવિત થયેલ ૧૫૦૦૦ પરિવારોનું પુન:સ્થાપન અને પુનર્વસનકાર્ય થઈ ચૂક્યું છે. નવાં મકાનોમાં રહેતા આ પરિવારો માટે વરસાદના પાણીને એકઠું કરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

Total Views: 36

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.