સ્વામી વિશ્વાત્માનંદ ‘સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતી સમિતિ’ના સંવાહક છે.

૧૨ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીનાં ૪ વર્ષના સુદીર્ઘ કાળના મહોત્સવનું ઉદ્‌ઘાટન ભારતના સન્માનનીય વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહન સિંહના વરદ્ હસ્તે થયું હતું.

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી જાન્યુઆરી, ૨૦૧૩ થી ૨૦૧૪ સુધી સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં ઊજવાશે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશને આ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૦થી કેટલાક પ્રકલ્પો શરૂ થઈ ચૂક્યા છે. એમાં મૂલ્યલક્ષી કેળવણી અને ગરીબી રેખાની હેઠળ જીવતા આદિવાસીઓ સહિત બીજા અન્ય લોકોની સેવાના પ્રકલ્પ.

સસ્ટેઈન્ડ ગ્રેય્ડેડ વેલ્યૂ એજ્યુકેશન પ્રોગ્રામ્સ (SGVEP) પ્રકાર-એ, પ્રકાર-બી

ચારિત્ર્ય ઘડતરના ગુણો વિદ્યાર્થીઓમાં કેળવવાનો મૂલ્ય શિક્ષણનો હેતુ આજની આપણી રાષ્ટ્રિય કેળવણી પદ્ધતિમાં નથી. એટલે જ વિદ્યાર્થીઓ અને બીજાઓ માટે આજે મૂલ્ય શિક્ષણ અગત્યનું બની ગયું છે. કાયમી ટકી રહે તેવા ચારિત્ર્ય ઘડતરને ઊભું કરવા સતત પ્રેરણા કે તાલીમની આવશ્યકતા છે. અહીં આપેલ (એ) અને (બી) બે કાર્યક્રમોનું આયોજન ઉપર્યુક્ત બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. SGVEP નામના બે કાર્યક્રમોની કાર્યપ્રણાલિ આ પ્રમાણે છે.

પ્રકાર (એ) : વર્ગખંડમાં લેવાનો કાર્યક્રમ : ૧. લક્ષ્ય વિદ્યાર્થીવૃંદ : ધો.૫ થી ૧૧ના (ધો. ૧૦ સિવાય)ના ખાનગી કે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ. પાઠ્યપુસ્તક : રામકૃષ્ણ મિશન દ્વારા પ્રકાશિત થયેલ મૂલ્યલક્ષી કેળવણી પરનાં ધોરણવાર ૬ પુસ્તકોનો પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ થાય છે. SGVEPમાં ભાગ લેવા સંમત થતી સંસ્થાએ જે તે સંસ્થાના આચાર્ય, બે મદદનીશ શિક્ષક અને બે વ્યક્તિ શાખાકેન્દ્રે નિયુક્ત કરેલ એમ પાંચ સભ્યોની આ સમિતિ (૧) આખા વર્ષનો કાર્યક્રમ, (૨) આવા વર્ગાે લેનાર શિક્ષકોની યાદી, અને (૩)સંસ્થામાં થતા કાર્યનું નિરીક્ષણ કરે છે.

જૠટઊઙના બી પ્રકારનાં પાઠ્યપુસ્તકો :

(ક) બે વર્ષ માટેના આ અભ્યાસક્રમમાં અહીં આપેલાં પુસ્તકો પસંદ કર્યા છે.

જૂથ ૧. અ. સ્વામી વિવેકાનંદ સંક્ષિપ્ત જીવન અને સંદેશ, બ. શ્રીરામકૃષ્ણદેવ સંક્ષિપ્ત જીવન અને સંદેશ

જૂથ ૨. અ. કેળવણી અને ભારત

જૂથ ૩. અ. ભારતમાં આપેલાં ભાષણો. બ. સ્વામી વિવેકાનંદના પત્રો અને ક. પૂર્વ અને પશ્ચિમ.

આવા કાર્યક્રમમાં અહીં જણાવેલ વિષયો પર વિદ્યાર્થીઓએ મૂલ્યોનું શિક્ષણ મેળવવાનું છે.

ભારતના મુખ્યધર્મો અને શાસ્ત્રોએ આપેલ મૂલ્ય. સંતો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, સ્વાતંત્ર્યવીરો, નિ :સ્વાર્થભાવે સામાજીક સેવા કરનારનાં જીવનમૂલ્યો. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતના ગૌરવભર્યા ઐતિહાસિક વારસામાંથી મળતાં મૂલ્યો. વાતાવરણ, અવાજ, હવા, પાણી વગેરેના પ્રદૂષણમાંથી બચવા પર્યાવરણની જાગૃતિ. આરોગ્ય સંભાળની જાગૃતિ, માનવને અજબની શારીરિક સંરચના, દેહની સ્વચ્છતા, જીવન રીતિ, સુટેવોનું ઘડતર, સામાજિક જવાબદારી. સમાજ સેવા, નિ :સ્વાર્થભાવની પ્રવૃત્તિઓ, સર્વસેવા, લોકશાહી, ખુલ્લું મન, પારદર્શિતા, જવાબદારી, બીજા મતો પ્રત્યે આદર, ફરજો અને હકો.

પ્રકલ્પ-૧

ભારત સરકારની આર્થિક સહાયવાળા કાર્યક્રમો

પ્રકાશન : અંગ્રેજી સાથે ભારતની બધી પ્રાદેશિક ભાષાઓમાં (બોડો, ડોંગરી, કોકબોરોક, તુલ્લુ વગેરે.. સાથે)સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવન.

-સ્વામીજીનાં જીવન સંદેશનું રાષ્ટ્રના ઘડવૈયા બાળકો અને યુવાનો માટે અત્યંત સસ્તા દરનાં વિશેષ પ્રકાશન અને વિતરણ.

પુસ્તક વિતરણ : ભારતની યુનિવર્સિટીનાં સરકાર માન્ય બધાં પુસ્તકાલયોમાં તેમજ રાજદૂતની કચેરીમાં સ્વામીજીનાં જીવનસંદેશનાં પુસ્તકોનું વિતરણ કરવું.

ઈલેક્ટ્રોનિક મિડીયા : સ્વામીજીનાં જીવન અને કાર્યો પર ફિલ્મ નિર્માણ, ડી.વી.ડી., બાળકો માટે એનિમેટેડ ફિલ્મ. સ્વામીજીનાં જીવન અને સંદેશ પર દૂરદર્શન પર વિશેષ કાર્યક્રમો.

યુવાનો માટે કાર્યક્રમ : ભારતનાં શહેરોમાં યુવ-માર્ગદર્શન કેન્દ્રની સ્થાપના અને સંચાલન. કિશોરો અને તરુણો માટે, કોલેજના વિદ્યાર્થીઓ, માતપિતા અને શિક્ષકો માટે મૂલ્યલક્ષી કેળવણીના કાર્યક્રમ.

રાષ્ટ્રિય યુવસંમેલનો : પ્રાદેશિક અને રાજ્ય કક્ષાની યુવશિબિર; વક્તૃત્વ, નિબંધ, પરિચર્ચા અને શીઘ્ર પ્રશ્નોત્તરીના કાર્યક્રમો.

સાંસ્કૃતિક કાર્યક્રમો : આંતરાષ્ટ્રિય, રાષ્ટ્રિય, વિભાગીય અને રાજ્યકક્ષાના પરિસંવાદ. ધર્મ-ધર્મ વચ્ચેની સંવાદિતા અને દીર્ઘકાલીન શાંતિ સ્થાપના માટેના સેમિનાર. વિવિધ ધર્મ વિશેની પરિચર્ચાઓ. વિશ્વના મુખ્ય ધર્મોના મૂળભૂત ઉપદેશો વિશે પત્ર-પત્રિકાઓનું પ્રકાશન. શાસ્ત્રીય સંગીત તેમજ આદિવાસી અને લોકસંસ્કૃતિના કાર્યક્રમો. કલા અને હસ્તકલા કૌશલના પ્રદર્શન દ્વારા રાષ્ટ્રિય એકતા વિશેનાં પ્રદર્શનો.

વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ :

ગદાધર અભ્યુદય પ્રકલ્પ : ભારતના પસંદગીના ૧૫૦ વિસ્તારોમાં બાળકોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિના કાર્યક્રમો.

વિવેકાનંદ સ્વાસ્થ્ય પરિસેવા પ્રકલ્પ : ભારતના પસંદગીના ૧૫૦ વિસ્તારોમાં બાળકોની આરોગ્ય-સુધારણા, કુપોષણ નિવારણ, રોગ નિવારણ માટે રોગને અટકાવવાના તેમજ તેના નિર્મૂલન માટે કાર્યક્રમો.

શારદાપલ્લી વિકાસ પ્રકલ્પ : ૧૦ ગામડાંમાં શિક્ષણ અને કૌશલ્ય તાલીમના નારી સશક્તીકરણના કાર્યક્રમો.

અખંડાનંદ સેવા પ્રકલ્પ : ભારતના અત્યંત ૧૦ ગરીબ વિસ્તારોમાં ગરીબી નિવારણના કાર્યક્રમો.

પ્રકલ્પ-૨

ભક્તો, શુભેચ્છકો અને દાનવીરોની સહાયથી ચાલતા પ્રકલ્પ

વિવિધ ઉત્સવોની ઊજવણી : જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસ સ્થાન, કોલકાતામાં ઉદ્‌ઘાટન સમારંભ. ૨૦૧૦ થી ૨૦૧૪ સુધીના વિવિધ કાર્યક્રમોની વિગત સાથેની વિસીડીનું વિમોચન. ૨૦૧૩ અને ૧૪માં બધી શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રિય યુવદિનની ઊજવણી. યુનેસ્કોના વડામથક ફ્રાંસના પેરિસમાં વિશેષ ઊજવણી. કેટલાંક વિશ્વવિદ્યાલયોમાં વિવેકાનંદ ચેરનો પ્રારંભ. કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં ૨૦૧૪માં સમાપન સમારંભ.

ભાવપ્રચાર કાર્યક્રમો :

ભાવપ્રચાર પરિષદના સંવાહકોનું અખિલ ભારતીય સંમેલન. ભાવપ્રચાર પરિષદના રાજ્યકક્ષાની એક દિવસની કાર્યશિબિર. વિશ્વવિજયી વીર વિવેકાનંદના ભારતમાં આપેલાં ભાષણોની પ્રતિકૃતિના કાર્યક્રમો. જિલ્લાકક્ષાની યુવમાર્ગદર્શનની એક દિવસની શિબિર. બીજાં કેટલાંક રાજ્યોમાં ભાવપ્રચાર પરિષદની સ્થાપના.

કેટલાક વિશેષ કાર્યક્રમો :

સ્વામી વિવેકાનંદ વિશે વિશેષ પ્રકાશન, સ્વામી વિવેકાનંદ સ્મૃતિગ્રંથનું પ્રકાશન. શાળાના વિદ્યાર્થીઓ માટે કંઠ્ય અને વાદ્ય શાસ્ત્રીય સંગીત સ્પર્ધા. વિવિધ ભાષાઓમાં પ્રગટ થતાં વર્તમાન પત્રોમાં પૂરકવાચન સામગ્રી પ્રકાશિત કરવી. યુવાન વિદ્યાર્થીઓ માટે (હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં)મૂલ્યલક્ષી કેળવણીનાં ઘટાડેલા દરનાં પુસ્તકોનું પ્રકાશન.

સેમિનાર અને પરિચર્ચા સભા :

કોલકાતા, ચેન્નઈ, દિલ્લી અને મુંબઈમાં ૨૦૧૩-૧૪માં પાર્લામેન્ટ ઓફ રિલીજીયનનું આયોજન. ૨૦૧૩માં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનું સંમેલન. કનખલ-હરિદ્વારમાં ૨૦૧૩માં જુદા જુદા ધર્મસંપ્રદાયોના સંન્યાસીઓનું સંમેલન. દક્ષિણ ભારતમાં ૨૦૧૩માં વિવિધ ધર્મ સંપ્રદાયોના સંન્યાસીઓનું સંમેલન. જ્યાં પાર્લામેન્ટ ઓફ રિલીજીયન્સનું આયોજન ન થયું હોય તેવાં રાજ્યોમાં આધુનિક અને પ્રણાલિગત હિંદુ સંપ્રદાયના વ્યક્તિઓની ઈન્ટરફેથ(આંતર ધર્મસંબંધો) પરિચર્ચા. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભક્તોનું પ્રદાન એ વિશે ભક્ત મિલન શિબિર.

યુવસેવા કાર્યક્રમો :

‘ભ્રાતૃભાવના વિશે વેદાંતના વિચારો’વિશે અખિલ ભારતીય યુવસંમેલન. રાજ્યકક્ષાના યુવસંમેલન. સ્વામી વિવેકાનંદના પગલે પગલે ચાલવા માટે વિવેકાનંદ રથ નામની શોભાયાત્રા. હરતાં ફરતાં વાહનો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં મૂલ્યલક્ષી કેળવણી માટે વિવેકાનંદ વાહિની, જ્ઞાનવાહિની. સ્વામી વિવેકાનંદના વિવિધ ક્ષેત્રોની સેવાના આદર્શને સમજવા અને જીવનમાં ઉતારવા માટે યુવસંમેલન.

સન્માનનીય વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંહના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમિતિએ સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે અહીં આપેલાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે.

સ્વામી વિવેકાનંદ યુવાનોના અનુસરણીય આદર્શ પ્રેરણામૂર્તિ છે. સમિતિએ અહીં આપેલ છ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

૧. વિવેકાનંદ યુવાનોના આદર્શ પ્રેરણામૂર્તિ : ચારિત્ર્ય ઘડતર, મૂલ્યલક્ષી કેળવણી, ભારતની સાર્વજનિક બહુમુખી વૈશ્વિક પ્રણાલીઓનું આત્મસાતીકરણ.

૨. વિવેકાનંદ અને રાષ્ટ્રચેતના : સનાતન ભારત અને આધુનિક ભારત વચ્ચે તાલમેલ, સુષુપ્ત રાષ્ટ્રિય ચેતનાની જાગૃતિ.

૩. ૨૧મી સદીમાં વિવેકાનંદની પ્રાસંગિકતા : પ્રવર્તમાન સંદર્ભમાં એમના આદર્શાેનું મહત્ત્વ, એમના આદેશોનું મહત્ત્વ; એમના ઉચ્ચ આદર્શ સાથે ચાલો આપણે આગળ ધપીએ.

૪. દરિદ્રનારાયણસેવા અને માનવજાતની સેવા : અતિ દરિદ્ર વસતીના લોકોનાં કલ્યાણ પર ભાર- ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારો-નકસલ આંદોલનથી અસર-ગ્રસ્ત વિસ્તારો પર વધુ ધ્યાન.

૫. સ્ત્રી-પુરુષ-જાતિભેદ – સમસ્યાઓ માટેના એમના પ્રદાનને વધુ ઉજાગર કરવું : એમનાં લખાણો અને પત્રો દ્વારા નારી કેળવણી અને વિશેષ આરોગ્યલક્ષી કાર્યક્રમો

૬. વિવેકાનંદની વિજ્ઞાનમાં અભિરુચિ : વૈજ્ઞાનિક શોધ-પ્રતિશોધ માટે સંશોધનો અને અભિરુચિને પ્રદીપ્ત કરવી.

સૂચિત પ્રારંભિક કાર્યો-ઇન્ટરવેશન્સ (સમયાંતરે કાર્યસૂચનો)

૧. વિવિધ સ્પર્ધા : નિબંધલેખન, પરિચર્ચા, અભ્યાસ વર્તુળો દ્વારા વધુ ને વધુ યુવાનોને સામેલ કરવા.

૨. વિશેષ પ્રકાશનો : સંવર્ધિત આવૃત્તિ રૂપે સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાનું પુન : પ્રકાશન, વિવિધ લેખ-સંભાષણ-પત્ર વગેરે વિચારખંડોની સંક્ષિપ્ત આવૃત્તિઓ, સૂત્રાત્મક વારસો, અગ્નિમંત્ર જેવા વિચારો, અને પ્રેરક સંદેશની પુસ્તિકાઓનું પ્રકાશન.

૩. સુખ્યાત લેખકોની-સ્વામી વિવેકાનંદની જીવનકથા : સ્વામી વિવેકાનંદની રોમાં રોલાંએ લખેલ જીવનકથાનું પુન : પ્રકાશન

૪. કેળવણી : વૈશ્વિક વિચારોને વાચા આપતા પત્રો, શિક્ષણ અને પાઠ્યક્રમ, શાળા અને મહાશાળાઓ માટે, વિશ્વ વિદ્યાલયોમાં ‘સ્વામી વિવેકાનંદ ચેર’ની સ્થાપના

૫. વિવેકાનંદ અને યોગ : યોગ વિશેની સાચી સમજણ વિકસાવવી, એનાં માનકો-ધોરણો સ્થાપવાં-નક્કી કરવા

૬. સ્વામીજીના સંદેશવાહક રૂપે – ઇલેક્ટ્રોનિક માધ્યમો વધુ શક્તિશાળી માધ્યમો : આકાશવાણી અને દૂરદર્શન, સી.ડી. ડીવીડી, ઈન્ટરનેટ, વેબસાઈટ, ‘સ્વામી વિવેકાનંદ’ વિશેનાં ચલચિત્રો, સૌથી લોકપ્રિય સંકલ્પના એ વિશે મતૈક્ય, પીબીએસટીના આધારરૂપ બનવું.

૭. સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદનું પરિભ્રમણ : એમનાં મહત્ત્વનાં સંપર્ક-સંસ્પર્શ સ્થાનોની જાળવણી, પ્રવાસ રાહત યોજના દ્વારા યુવાનો-વિદ્યાર્થીઓનાં એવાં સ્થળોના પ્રવાસ-અભ્યાસ.

૮. સ્વામી વિવેકાનંદ વિશેના આંતરરાષ્ટ્રિય કાર્યક્રમો : પરિચર્ચા, વ્યાખ્યાનમાળા અને પરિસંવાદોનું આયોજન, વિદેશમાં વસતા ભારતીયોને સામેલ કરવા, વિદેશોની યુનિવર્સિટીમાં ‘વિવેકાનંદ ચેર’ની સ્થાપના.

૯. ધર્મ-ધર્મ વચ્ચે સુસંવાદિતા, સર્વધર્મ સમભાવ-પરિચર્ચા અને સંશોધન : પ્રવર્તમાન ધર્મ પરિચર્ચામાં એમના વિચારો લાવવા, આદિવાસીઓની ધર્મશ્રદ્ધાને અને તેની સ્વાયતતા જાળવીને સામેલ કરીને તેનો અભ્યાસ કરવો, હિંસા-ધર્માંધતાના ઝનૂન, ભાગલાવાદી ધર્મ-સાંપ્રદાયિક ભાવના તેમજ ધર્મનાં વૈશ્વિક પાસાઓ પર વધુ ભાર દેવો.

૧૦. શિકાગો સંભાષણ સ્મારક : અમેરિકાના ભારતીયો એ વિશે કાર્યક્રમોનું સૂચન કરે, શિકાગો વિશ્વવિદ્યાલયમાં ‘વિવેકાનંદ ચેર’ની સ્થાપના, વાર્ષિક વ્યાખ્યાનમાળા-કાયમી નિભાવ નિધિ.

૧૧. અન્ય : સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મજયંતી-મહોત્સવ માટે આકર્ષક-શબ્દસમૂહની રચના-પસંદગી.

એ માટેનો સુયોગ્ય મુદ્રાલેખ

આ મહોત્સવ માટેનાં સૂચનો, વિચારો બધાં પાસેથી મેળવવાં, હરતાં ફરતાં પ્રદર્શનો, નાણામંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ આ મહોત્સવની વધુ વિગતો અને વિગતવાર કાર્યક્રમની માહિતી માટેની સમિતિની ઉદ્ઘોષણા સન્માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કરી હતી. ·

Total Views: 220

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.