કાશીયાત્રા, પવિત્ર ગંગા નદીમાં સ્નાન, અને પ્રભુ વિશ્વનાથના મંદિરનું દર્શન એ અતિ પ્રાચીન યુગથી જ હિંદુઓની જીવનભરની સ્પૃહા રહી છે. હિંદુઓ માટે હિંદુ સભ્યતાના પ્રત્યેક પાસા—જેમ કે હિંદુધર્મ, સંસ્કૃતિ, વિદ્યા, કળા અને કૌશલનો પર્યાયવાચી શબ્દ છે કાશી. પૂરા વિશ્વમાં કાશી એકમાત્ર નગરી છે કે જેણે હજારો હજારો વર્ષોથી પવિત્રતા અને આધ્યાત્મિકતાનું આંચળ ઓઢીને રાખ્યું છે.


ભારતના ત્રણ પવિત્રતમ નગરીઓમાંની એક છે કાશી. બાકી બે છે પ્રયાગ અને ગયા. આપણાં પુરાણો અને ધર્મશાસ્ત્રોમાં હજારો શ્લોકો અને સ્તોત્રોથી કાશીની મહિમા ગવાઈ છે. ‘બ્રાહ્મણ’ અને ‘ઉપનિષદ’ સાહિત્યમાં પણ કાશીનો ઉલ્લેખ છે. કહેવાય છે કે કાશીમાં 1,500થી વધુ મંદિરો છે. જેમાંના ઉલ્લેખ યોગ્ય છે: કાશી વિશ્વનાથનું મંદિર, અન્નપૂર્ણાનું મંદિર, બિંદુમાધવ મંદિર, અને સૂર્ય મંદિર. વિશ્વનાથ કાશીના અધિષ્ઠાતૃ દેવતા છે. દૈનિક ગંગાસ્નાન અને વિશ્વનાથ-દર્શન કરવું એ હિંદુઓનું એક સ્વપ્ન છે. (કાશીમાં વીરેશ્વર મહાદેવનું પણ મંદિર છે, કે જેમના આશીર્વાદથી ભુવનેશ્વરી દેવીને સ્વામી વિવેકાનંદ સંતાનરૂપે પ્રાપ્ત થયા હતા. -સં.)

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.