વિવેકાનંદ ઈન ઇંડિયન ન્યૂઝ પેપર્સ, પૃ. ૫-૬.

(ધ ઇંડિયન મિરર, ૭ ડિસેમ્બર, ૧૮૯૩)

હિંદુ ખ્રિસ્તી ધર્મની ટીકા કરે છે

મિ. વિવેકાનંદ કહે છે કે વેદોનો ધર્મ પ્રેમનો ધર્મ છે.

વિવેકાનંદ કહે છે કે ખ્રિસ્તી ધર્મ અસહિષ્ણુ છે

બપોરની બેઠકનું અધ્યક્ષસ્થાન ડૉ. નોબેલે લીધું. કોલંબસ હોલ ખીચોખીચ હતો… પછી ડૉ. નોબેલે સ્વામી વિવેકાનંદનો પરિચય આપ્યો; એમના મધ્યભાગ તરફ એ હિંદુ સાધુ આવ્યા કે શ્રોતાઓએ જોરથી તાળીઓ પાડી તેમનું સ્વાગત કર્યું. એમણે નારંગી રંગનો ઝભ્ભો અને લાલ કમરબંધ અને આછા પીળા રંગની પાઘડી પહેર્યાં હતાં. એમની સુંદર મુખમુદ્રા પર સ્વાભાવિક હાસ્ય ચમકતું હતું અને એમની આંખો ચૈતન્યથી ઉદ્દીપ્ત હતી. એમણે કહ્યુંઃ

“પૂર્વના દેશોમાંથી આવી અહીં મંચ પર બેસનાર અમને સૌને રોજ ને રોજ અમારી ઉપર ઉપકાર કરાતો હોય તે રીતે કહેવામાં આવે છે કે અમારે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો કારણ કે ખ્રિસ્તી રાષ્ટ્રો સમૃદ્ધ છે. ચોમેર નજર કરતાં અમને દેખાય છે કે ૨૫૦, ૦૦૦, ૦૦૦ એશિયાવાસીઓની ગરદન ઉપર પગ મૂકીને ઇંગ્લેંડ સૌથી વધારે સમૃદ્ધ રાષ્ટ્ર થયું છે. ઇતિહાસમાં દૃષ્ટિપાત કરતાં જોવા મળે છે કે ખ્રિસ્તી યુરોપની સમૃદ્ધિનો આરંભ સ્પેનથી થયો. સ્પેનની સમૃદ્ધિનો આરંભ મેકિસકો પરની ચડાઈથી થયો. પોતાના માનવબંધુઓનાં ગળાં રહેંસીને ખ્રિસ્તીઓ સમૃદ્ધિને વરે છે. આ કિંમતે હિંદુઓને સમૃદ્ધિ જોઈતી નથી.

“અહીં બેસીને આજે હદ બહારની અસહિષ્ણુતા મારા કાને પડી છે. ઇસ્લામને મેં તાળીઓથી વધાવાતો જોયો છે ત્યારે આજે હિંદમાં મુસલમાનોની તલવાર વિનાશ વેરી રહી છે. હિંદુ માટે લોહી અને તલવાર નથી, એનો ધર્મ પ્રેમના નિયમ પર આધારિત છે.” (આ છેલ્લો ફકરો અત્યાર સુધી અપ્રગટ હતો.)

તાળીઓનો ગગડાટ શમ્યો ત્યારે વિવેકાનંદે પોતાનો પેપર વાંચવાનો આરંભ કર્યો. એ પેપરનો સાર નીચે આપવામાં આવ્યો છેઃ

(જુઓઃ ‘હિંદુધર્મ વિશે નિબંધ’ – સં.) (1.514)

Total Views: 222
૯. ધ પાર્લામેન્ટ ઑફ રિલીજિયન્સ
૧૧. હિંદુ સંન્યાસી