વિવેકાનંદ ઈન ઇંડિયન ન્યૂઝ પેપર્સ, પૃ. ૪.

લે. એચ. આર. હોવિસ

(ધ ઇંડિયન મિરર (ધ ડેઈલી ક્રોનિકલમાંથી) નવેમ્બર ૨૮, ૧૮૯૩)

જેની મુખમુદ્રા બુદ્ધની પ્રસિદ્ધ મુખમુદ્રાને ખૂબ મળતી આવે છે તે જાણીતા હિંદુ સાધુ વિવેકાનંદે આપણી વાણિજ્ય સમૃદ્ધિને, આપણાં ખૂનખાર યુદ્ધોને અને આપણી ધાર્મિક અસહિષ્ણુતાને ઉતારી પાડતાં કહ્યું કે એ કિંમતે “નમ્ર હિંદુને” આપણી બડાઈભરી સભ્યતા ખપતી નથી. એ ચિત્કારી ઊઠ્યા કે

“તમે એક હાથમાં બાઇબલ અને બીજામાં તલવાર પકડીને અમારી પાસે આવો છો—તમારો ધર્મ ગઈ કાલનો છે ત્યારે અમારો ધર્મ તમારા ક્રાઈસ્ટના જેટલા જ ઉદાત્ત અને પવિત્ર ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે અમને ભણાવ્યો છે. તમે અમને કચડો છો અને અમને તમારા પગ નીચેની રજના જેવા ગણો છો. પશુઓના મૂલ્યવાન જીવની તમે હત્યા કરો છો. તમે માંસાહારી પશુઓ છો. શરાબ વડે તમે અમારા લોકોનું અધઃપતન કરો છો. તમે અમારી નારીઓનું અપમાન કરો છો. અનેક બાબતોમાં તમારા ધર્મને મળતા પણ કરુણાપૂર્ણ હોવાને લીધે થોડા ચડિયાતા એવા અમારા ધર્મની તમે નિંદા કરો છો અને પછી તમને અચંબો થાય છે કે હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મની પ્રગતિ આટલી મંદ કેમ છે. તમને હું કહીશ કે જેમને અમે આદરમાન આપી શકીએ તે ખ્રિસ્તના જેવા તમે નથી. વિનમ્ર અને રંક બનીને પ્રેમના સંદેશ સાથે બીજાંઓ માટે જીવતાં, કાર્ય કરતાં અને પીડા વેઠતાં તમે અમારે દ્વારે આવ્યા હોત તો અમે તમારી વાત કાને ન ધરી હોત એમ તમે માનો છો? ના રે ના! અમારા પ્રજ્ઞાવાન ઋષિઓનો અમે કર્યો છે તેવો અમારે આદર તેમનો કરવો જોઈએ અને તેમનું કહેવું સાંભળવું જોઈએ…” (1.513)

Total Views: 228
૮. વ્યક્તિગત ખાસિયતો
૧૦. શિકાગોમાં ધર્મોની પરિષદ