(વિવેકાનંદ ઈન ઈંડિયન ન્યૂઝ પેપર્સ, પૃ. ૨૦૩-૦૪.)

લાહોર અને શિયાલકોટના લોકોને વ્યવહારુ કાર્યની આવશ્યકતા વિશે સ્વામી વિવેકાનંદ અનુરોધ કરી રહ્યા છે. (‘ભક્તિ’ – ટ્રિબ્યૂનમાંનો એક અહેવાલઃ CW. ૩.૩૯૧. ધ ઇંડિયન મિરર, ફેબ્રુઆરી ૨૪, ૧૮૯૮) લાખ્ખો ભૂખ્યા લોકો તત્ત્વદર્શનના સિદ્ધાંતોથી પેટ ભરી શકે નહીં; એમને રોટલાની જરૂર છે અને લાહોરમાં ભક્તિ વિશે આપેલા પ્રવચનમાં તેમણે સૂચન કર્યું કે આજના જમાનાને અનુરૂપ ઉત્તમ ધર્મ એ છે કે દરેક વ્યક્તિએ પોતાની સ્થિતિ અનુસાર શેરીઓમાં જઈ ભૂખ્યા નારાયણોને શોધી પોતાને ઘેર તેમને લઈ જઈને જમાડવા જોઈએ અને તેમને કપડાં આપવાં જોઈએ. ઈશ્વરનું સર્વોત્તમ મંદિર મનુષ્ય છે તે ખ્યાલમાં રાખીને દાતાએ તેને આપવું જોઈએ. એમણે ઘણા દેશોમાં દાન થતાં જોયાં છે અને તેમની નિષ્ફળતા માટે જે ભાવનાથી એ અપાય છે તે જવાબદાર છે. ‘આ લે અને ચાલતો થાઃ જગતમાં કીર્તિ કમાવા માટે કે વખાણ માટે થતું દાન દાન નથી.’

Total Views: 113
૫. પ્રેમ વિશે સ્વામી વિવેકાનંદ
૧. ધર્મનું આચરણ