‘વિશ્વવ્યાપી એકતા’ વિશે ઓક બીચ ક્રિશ્ચિયન યુનિટી સમક્ષ બોલતાં સ્વામી વિવેકાનંદે કહ્યુંઃ

પાયામાં બધા ધર્મો એક સરખા છે. છતાં પણ ખ્રિસ્તી દેવળ પેલી વાર્તાવાળા ફેરીસીની માફક પ્રભુનો આભાર માને છે કે તે પોતે જ માત્ર સાચા છે અને બાકીના બધા ધર્મો ખોટા છે અને એ ધર્મોને ક્રિશ્ચિયન પ્રકાશની જરૂર છે અને જ્યાં સુધી આખુંએ વિશ્વ ક્રિશ્ચિયન ચર્ચ સાથે ભળી જઈને એક સર્વ સામાન્ય સમભાવ ન દાખવે ત્યાં સુધી ખ્રિસ્તી ધર્મે સહનશીલ બનવું જ રહ્યું. કોઈના પણ હૃદયમાં ઈશ્વર અંતર્યામીરૂપે રહ્યા વગરનો હોતો જ નથી. અને માણસે, ખાસ કરીને ખ્રિસ્તીધર્મી માણસે આ વાત સ્વીકારવી જ જોઈએ. હકીકતમાં ઈશુ ખ્રિસ્ત દરેક વ્યક્તિને પ્રભુના પરિવારમાં સ્વીકારવા ઇચ્છતા હતા. જે પોતે નક્કી કરેલું કંઈક માને છે તે માણસ નથી પણ માણસ તો એ છે કે જે સ્વર્ગમાં રહેલા પ્રભુની ઇચ્છા પ્રમાણે જ કાર્ય કરે છે, જે પ્રભુ જ સત્ય છે. સાચા હોવું અને સાચું કરવું—આ પાયા ઉપર સમગ્ર વિશ્વ એક બની શકે.

Total Views: 110
૨૨. સાક્ષાત્કારનું ધ્યેય અને તેની પદ્ધતિઓ
૨૪. ગુરુની યોગ્યતામાં શંકા લાવવા વિશે