(ટ્રિબ્યૂન, માર્ચ ૫, ૧૮૯૬, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૪: ૨૦)

એ ઘણા ધર્મો હોય એમ ઇચ્છે છે.

હિંદુ મિશનરી વિવેકાનંદે કાલે રાતે હોટેલ રિશેલ્યુમાં પ્રવચન કર્યું. (‘ધ આઈડીઅલ ઑફ ધ યુનિવર્સલ રિલીજન’ પર; એની નોંધ નથી) હોટેલના ખંડો લોકોથી ઊભરાતા હતા અને એમાં મહિલાઓની સંખ્યા મોટી હતી. વિવેકાનંદ હોટેલ પર આવ્યા ત્યારે મુશ્કેલીથી એ અંદર દાખલ થઈ શકયા. પ્રથમ ઉપર જઈ એ તરત ભૂખરા રંગના ઝભ્ભામાં અને ભૂરા કમરબંધ સાથે પાછા નીચે આવ્યા.

પોતાના પ્રવચનમાં વિવેકાનંદે કહ્યું કે ધર્મો અનેક છે અને દરેકનો અનુયાયી માને છે કે ‘મારો જ ધર્મ સાચો છે.’ બધા લોકો એક જ ધર્મને અનુસરે એમ માનવું ખોટું છે એમ એમણે કહ્યું.

એમણે કહ્યું કેઃ

“બધા એક જ ધર્મના અનુયાયીઓ હોય તો ધર્મ જ રહેશે નહીં. કોઈપણ ધર્મ ઊભો થતાંની સાથે જ એના ટુકડા થવા લાગે છે. પ્રત્યેક મનુષ્યને પોતાનો ધર્મ થાય ત્યાં સુધી એ વિભાજન વ્યાપાર ચાલવાનો છે; દરેક માનવીએ જાતે ચિંતવી પોતાનો ધર્મ ઊભો કરવાનો છે.”

વિવેકાનંદ ડેટ્રોઈટમાં આશરે બે અઠવાડિયાં રહેશે અને રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે અને સાંજે ૮.૦૦ વાગ્યે એ જ હોટલમાં વર્ગો લેશે.

Total Views: 109
૯. વૈશ્વિક ધર્મ
૧૧. સ્વામીને બોલતા સાંભળ્યા