(શિકાગો રેકોર્ડ, સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૩, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૧, પૃ. ૬૦-૬૧.)

ડૉ. બેરોઝના બેઠક ખંડમાં ચાર ધર્મગુરુઓ બેઠા હતા—જૈન, જોર્જ કોંડિન (કેંડિન)—એ મિશનરીએ ચીનમાં સોળ વર્ષ ગાળ્યાં છે, વિદ્વાન હિંદુ બ્રાહ્મણ (સ્વામીજી બ્રાહ્મણ નહીં, ક્ષત્રિય હતા) સ્વામી વિવેકાનંદ અને શિકાગો પ્રેસબિટેરિયન ડૉ. જોન એચ બેરોઝ. આ ચાર જાણે કે સહધર્મીઓ હોય એ રીતે વાત કરતા હતા. (સંભવતઃ ૧૦મી સપ્ટેમ્બર ને રવિવારે થયેલી વાતચીત; એની કોઈ નોંધ ઉપલબ્ધ નથી.)

હિંદુનો ચહેરો કુમાશભર્યો છે. એની તંદુરસ્ત મુખમુદ્રા તેજસ્વી અને બુદ્ધિશાળી છે. એ નારંગી રંગની પાઘડી અને એ જ રંગનો ઝભ્ભો પહેરે છે. એનું અંગ્રેજી ઘણું સરસ છે. ‘હું અનિકેત છું,’ એમણે કહ્યું હતું.

“હું હિંદુસ્તાનમાં એક કોલેજેથી બીજીમાં જાઉં છું અને વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન આપું છું. અમેરિકા આવતાં પહેલાં કેટલોક સમય હું મદ્રાસમાં હતો. આ દેશમાં આવ્યો છું ત્યારથી મને પુષ્કળ આદર અને માયાળુપણું સાંપડ્યાં છે. જગતના ધાર્મિક ઇતિહાસ પર જેની પ્રભાવક અસર પડે એમ છે તે ધર્મપરિષદમાં અમને આ રીતે માન મળે તે આભારજનક છે. અમે ઘણું શીખવાની અને અમારા ૧૫,૦૦૦,૦૦૦ પ્રામાણિક બ્રાહ્મણો માટે કેટલાંક મહાન સત્યો લઈ જવાની આશા રાખીએ છીએ.” (1.500)

Total Views: 168
૧. સ્વાગતનો પ્રત્યુત્તર
૩. ધર્મ ભારતની તાતી જરૂર નથી